38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : પોશીના ના અજાવાસમા ટ્રિપલ મર્ડર, પાંચ વર્ષના માસૂમ સહિત પિતાની...

સાબરકાંઠા : પોશીના ના અજાવાસમા ટ્રિપલ મર્ડર, પાંચ વર્ષના માસૂમ સહિત પિતાની તીક્ષ્ણી હત્યા, હત્યા કરનાર ની પણ ઘટના સ્થળેથી લાશ મળી

0
153

ઘરે આવેલ મહેમાને મોડી રાત્રે પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા,બાદમા મૃતકના ભાઇઓએ હત્યારા મેહમાનને માર મારતાં તેનું પણ મોત

SP વિશાલ વાઘેલા LCB, SOG સહિત મોટી સંખ્યામા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી આવ્યો

પોશીના તાલુકાના અજાવાસમા રૂંવાટા કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં ઘરે આવેલ મહેમાને જ એક બાળક અને તેના પિતા પર હથિયાર વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતાર્યા અને બાદમા મારનાર ઇસમને પણ મરનાર પિતા-પુત્રના ભાઈઓ માર મારતા મોત નિપજ્યું હતું ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઇ તપાસ હાથ ધરી છે

સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીના તાલુકાના અજાવાસ ગામે ગત મોડીરાત્રીએ ત્રિપલ મર્ડરની ઘટના બની છે જેમાં મરનારના ઘરે આવેલ મહેમાને અડધી રાત્રીએ અચાનક ઉઠી જઈને પાંચ વર્ષના બાળક અને તેના પીતા પર બોથડ પદાર્થ જેવા હથિયારથી માર મારતા મોત થયુ હતુ તો મરનારની માતાએ બુમારાડ કરતા આસપાસમાં રહેતા ભાઈઓ આવી જઈને હુમલો કરનારને માર માર્યો હતો જેમાં હુમલાખોરનુ પણ મોત થયુ હતુ આ સમગ્ર મામલે ગામમાં ચકચાર મચી ગઈ છે તો ઘટનાની જાણ થતા એસ.પી સહિત એલ.સી.બી એસઓજી, ઈડર Dysp સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી એકત્રિત કરી ફરિયાદ નોધવાની કાર્યવાહી કરી રહ્યુ છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પારિવારિક ઝઘડાને કારણે ઘટના બની હોય તેવુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!