30 C
Ahmedabad
Monday, May 29, 2023

અરવલ્લી : ઉમેદપુરમાં કમોસમી વરસાદે તબાહી સર્જી નદી બે કાંઠે વહેતા ગામ સંપર્ક વિહોણું બન્યું, વણીયાદના માર્ગો પર બરફની ચાદર ઢંકાઈ 


વાહનચાલકે કારમાંથી કાશીમરનો નજારો કેદ કર્યો હતો, જુઓ VIDEO

Advertisement

અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના સ્વપ્ન ચકનાચૂર કરી દીધા છે મોડાસા તાલુકાના ઉમેદપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ગામ સહીત ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરમા ઉભા પાકમાં તબાહી સર્જી છે ઉમેદપુર ગામ નજીકથી પસાર થતી નદી બે કાંઠે વહેતા ગામલોકો સંપર્ક વિહોણા બન્યા હતા ભારે વરસાદના પગલે વીજળીડૂલ થઇ હતી સતત બે કલાક સાંબેલાધાર વરસાદથી ઉમેદપુર ગામને ઘમરોળી નાખ્યું હતું કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ ગામલોકો રીતસરના ફફડી ઉઠ્યા હતા

Advertisement

મોડાસા તાલુકાના વણીયાદ-દધાલિયા પંથકમાં આકાશમાંથી બરફ વર્ષા થતા સફેદ મોતીના ઢગલા થયા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા કરારૂપી કમોસમી વરસાદના પગલે રોડ-રસ્તા પર બરફની ચાદરો છવાતાં વાહન ચાલકોએ સિમલા જેવો અહેસાસ અનુભવ્યો હતો રોડ બાજુમાં રહેલા વૃક્ષો પર બરફની ચાદર છવાતા લોકો પણ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!