33 C
Ahmedabad
Friday, April 26, 2024

ગાંધીનગર: આસારામે હાઈકોર્ટમાં ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી, આપી હતી આ સજા


આસારામને આજીવન કેદની સજા ફટકારવાની સાથે કોર્ટે પીડિતાને રૂ. 50 હજારનું વળતર આપવાનું સૂચન પણ કર્યું હતું.

Advertisement

સુરતના યૌન શોષણ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે હવે આ ચુકાદાને પડકારવા માટે આસારામ બાપુએ ગુજરાત હાઈકાર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. માહિતી મુજબ, હાઈકોર્ટમાં આસરામ બાપુએ સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આગામી દિવસોમાં આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

Advertisement

જણાવી દઈએ કે, વર્ષ 2013માં સુરતમાં આસારામ બાપુ વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાયો હતો. ત્યાર બાદ સુરત પોલીસે જે વિસ્તારમાં આ બનાવ બન્યો હતો ત્યાં કેસ ટ્રાન્સફર કર્યો હતો એટલે કે અમદાવાદની ચાંદખેડા પોલીસને આ કેસ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા સંભળાવતા પહેલા કોર્ટે બંને પક્ષની તમામ દલીલો, પુરાવા, દસ્તાવેજ અને સાક્ષીઓના નિવેદનનું અવલોકન કર્યું હતું. આસારામને આજીવન કેદની સજા ફટકારવાની સાથે કોર્ટે પીડિતાને રૂ. 50 હજારનું વળતર આપવાનું સૂચન પણ કર્યું હતું.

Advertisement

2001માં સુરતની બે યુવતીઓએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ
ત્યારે હવે ગાંધીનગર કોર્ટના ચુકાદા સામે આસારામ બાપુએ ગુજરાત હાઈકાર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આગામી દિવસોમાં આ મામલે સુનાવણી થાય તેવી માહિતી છે. જણાવી દઈએ કે, વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2013માં આ કેસમાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!