38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા-ધનસુરા રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો, બસ પાછળ એક કાર...

અરવલ્લી : મોડાસા-ધનસુરા રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો, બસ પાછળ એક કાર ચોંટી ગઈ પાછળ આવતી કાર ઘુસી જતા ટ્રાફિકજામ

0
207

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓની હારમાળા સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ બહાર આવે છે મોડાસાના દલીલપુર ગામ નજીક એસટી બસ પાછળ ધડાધડ બે કાર ભટકાઈ જતા ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બંને કારનો કડૂચાલો વળી ગયો હતો

મોડાસા-ધનસુરા રોડ પર સાંકળી પુલ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે જાણીતો છે દલીલપુર ગામના હનુમાન મંદિર નજીક મોડાસા તરફ આવતી એસટી બસ પાછળ એક કાર ઘુસી જતા પાછળ આવતી કાર ધડાકાભેર કાર સાથે ભટકતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી વિચિત્ર અકસ્માતના પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો લોકોના ટોળેટોળા ઉમટતા ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ દોડી આવી ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!