33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : મોડાસામાં રાત્રીએ કડાકા-ભડાકા સાથે આકાશી ગર્જનાથી લોકો ફફડી ઉઠ્યા, સાંબેલાધાર વરસાદથી શહેર પાણીમાં તરબોળ


માલપુર પંથકમાં શનિવારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરાનો વરસાદ થતા ખેતીને વ્યાપક નુકસાન

Advertisement

હવામાન ખાતાની આગાહી શુક્રવારે મોડાસા સહીત અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મોડાસા પંથકના અનેક વિસ્તારોમાં બરફના કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ખાબક્યા બાદ મોડાસા શહેરમાં મોડી રાત્રે વીજળીના ચમકારા સાથે કુદરતી આતશબાજી થઇ હોય તેમ કાન ફાડી નાખે તેવા કડાકા-ભડાકા થતા લોકો રીતસરના ફફડી ઉઠ્યા હતા સાંબેલાધાર વરસાદ પડતા સમગ્ર શહેર પાણી-પાણી થઇ ગયું હતું વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Advertisement

મોડાસા શહેરમાં વહેલી સવારથી ફાગણમાં અષાઢી માહોલ સર્જાયો હતો સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા પછી મોડી રાત્રે મેઘરાજાએ કડાકા-ભડાકા સાથે ધબધબાટી બોલાવતા રૌદ્ર સ્વરૂપથી શહેરીજનોમાં ભય ફેલાયો હતો શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા જાણે ઉનાળાની શરૂઆતમાં ભરપૂર ચોમાસાના દ્રશ્યો સર્જાયા હતા

Advertisement

મોડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું થતા કરા સાથે વરસાદ ખાબકતા ખેતી પાકનો સોથ વળી ગયો હતો ત્યારે મોડી રાત્રે અન્ય વિસ્તારોમાં બરફના કરા અને પવનના સૂસવાટા સાથે મુશળાધાર વરસાદ ખાબક્યો હતો. જેમાં કરા સાથે વરસાદ આવતા ઘઉં, જીરુ ચણા અને રાયડા સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થતાં ધરતીપુત્રોને ઉનાળાની શરૃઆતમાં જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. કરા સાથે વરસાદ ખાબકતા પાકમાં મોટુ નુકસાન જતાં ખેડૂતોને આર્થિક નુકસાન ઉઠાવવાની નોબત આવી પડી હતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી વહેતા થયાં હતાં. તેમજ રસ્તા પર પાણીનાં ખાબોચ્યા ભરાઈ ગયા હતાં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!