37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રીને પત્ર, કમોસમી વરસાદનો...

અરવલ્લી : પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રીને પત્ર, કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને ડબલ વળતર ચૂકવેની માંગ

0
232

ડબલ એંજીન વાળી સરકાર ખેડૂતોને નુકશાનીનું ડબલ વળતર ચૂકવે તેવી પત્રમાં માંગ કરી

અરવલ્લી જીલ્લામાં સતત બે દિવસ ખાબકેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે મોડાસા,ભિલોડા,મેઘરજ, માલપુર અને ધનસુરા પંથકમાં ખેતરમાં ઉભા પાકનો સોથ વળી જતા ખેડૂતો બેહાલ બન્યા છે જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રીને પત્ર લખી અરવલ્લી-સાબરકાંઠા સહીત ગુજરાતમાં કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને ડબલ પાક સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી

અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ખેતીને પારાવાર નુકશાન થતા ખેડૂતોની હાલત દયનિય બની છે અરવલ્લી સહીત ગુજરાતમાં માવઠાના મારથી ઘઉં,બાજરી,મકાઈ, તરબૂચ, ચણા સહીત શાકભાજી જેવા પાકો નષ્ઠ થઇ જતા ડબલ એંજીન સરકાર ખેડુતોને ડબલ સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!