37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : હિંમતનગરના ભોલેશ્વરમાં રહેતા બુટલેગરને LCB પોલીસે મોડાસા જીઆઇડીસી નજીક ટહેલતો...

અરવલ્લી : હિંમતનગરના ભોલેશ્વરમાં રહેતા બુટલેગરને LCB પોલીસે મોડાસા જીઆઇડીસી નજીક ટહેલતો ઝડપી જેલના સળિયા ગણતો કર્યો

0
153

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને વીણી વીણીને જેલમાં ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલા છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી દૂર રાજસ્થાનના બુટલેગરને મોડાસા જીઆઈડીસી નજીકથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સ્ટેટ મોનેટરીંગ સેલની રેડ પછી જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાનો દોઢ વર્ષથી નાસતો-ફરતો બુટલેગર શંકર જગદીશ ડાંગી (હાલ રહે, ભોલેશ્વર- હિંમતનગર, મૂળ રહે,વીંજણા-રાજસ્થાન) મોડાસા જીઆઈડીસી નજીક આવવાનો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ સમગ્ર વિસ્તારમાં વોચ ગોઠવી દઈ શંકર ડાંગી આવતા કોર્ડન કરી ઝડપી લેતા છેલ્લા દોઢ વર્ષથી પોલીસને હાથતાળી આપતા બુટલેગરના હોંશકોશ ઉડી ગયા હતા એલસીબી પોલીસે ટાઉન પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!