32.3 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines ચા સાથે Gold biscuit ખાતા તમે કોઈને દેખ્યો નહીં હોય ને…!! આ...

ચા સાથે Gold biscuit ખાતા તમે કોઈને દેખ્યો નહીં હોય ને…!! આ તસ્વીર જોઈને કહેવાનું મન થાય કે પહેચાન કૌન…???

0

મહા ઠગ કિરણ પટેલે ટ્વિટર પર સવારની ચા-બિસ્કિટમાં ચાના કપ સાથે સોનાનું બિસ્કિટ ડુબાડતો ફોટો પોસ્ટ કર્યો

જમ્મુ કાશ્મીરમાં પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવાનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલે સમગ્ર દેશમાં ખલબલી મચાવી છે દેશની સુરક્ષા અને ઇન્ટેલિજન્સ બ્યુરો સામે પણ અનેક સવાલો પેદા થયા છે મહાઠગ કિરણ પટેલ ટ્વીટરને પણ ઠગી લેતા બ્લ્યુ ટીક એકાઉન્ટ ધરાવે છે કિરણ પટેલે પાંચ મહિના અગાઉ ટ્વીટર પર મુકેલ સવારની ચાના કેપ્સને પણ ભારે ચર્ચા જગાવી છે

મહાઠગ કિરણ પટેલના શાતીર દિમાગનો અનેક રાજકીય અગ્રણીઓ અને આઈએસ તેમજ આઇપીએસ અધિકારીઓ ભોગ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સોશ્યલ મીડિયામાં ભલભલાને વિચારતા કરી દે તેવી તસ્વીરોની પોસ્ટ જોવા મળે છે ત્યારે પાંચ મહિના અગાઉ મહાઠગ કિરણ પટેલે ટ્વીટર પર એક પોસ્ટ કરી હતી જેમાં ગુજરાતી ભાષામાં લખ્યું હતું, ‘સવારની ચા-બિસ્કીટ’. તસવીરમાં ચા તો સામાન્ય કપમાં જ દેખાતી હતી, પરંતુ હાથમાં સોનાનું બિસ્કીટ ચામાં ડુબાડતો હોય તેવી તસ્વીર પોસ્ટ કરી હતી કિરણ પટેલના ટ્વીટર હેન્ડલ પર વૈભવી લાઈફ સ્ટાઇલના અનેક ફોટો પોસ્ટ કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!