28 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : મોડાસા કિશોરપુરા ગામના જમાઈને તેના પૂર્વ સસરાએ 30 લાખ રૂપિયા સામે આપેલ ચેક રિટર્ન થતા એક વર્ષની સાદી કેદની સજા


મોડાસા તાલુકાના કિશોરપુરા ગામના ગામના યુવક સાથે હિંમતનગર કાંકણોલ ગામની રાજતીર્થ સોસાયટીમાં રહેતી યુવતી સાથે સગાઇ કરી હતી યુવક પાસેથી તેના સસરાએ ધંધા માટે રૂપિયા લીધા હતા અને સગાઇ સમયે યુવતીને દાગીના આપ્યા હતા અગમ્ય કારણોસર સગાઇ તૂટી જતા યુવકે દાગીના અને પૈસા પરત માંગતા દાગીના ગીરવે મૂકી દીધા હોવાથી દાગીના અને હાથ ઉછીના લીધેલ પૈસા 30 લાખ ગણી સસરાએ ચેક આપ્યા હતા યુવકને આપેલ ચેક રિટર્ન થતા આ અંગેનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ અને 30 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો

Advertisement

કિશોરપુરા ગામના શ્રવીકકુમાર દિનેશભાઈ પટેલ નામના યુવકની સગાઇ હિંમતનગર કાંકણોલ ગામની રાજતીર્થ સોસાયટીમાં રહેતા ચંદુભાઈ મગનભાઈ પટેલની પુત્રી સાથે સગાઇ નક્કી થતા યુવક પાસેથી ધંધાર્થે તેના સસરાએ ટુકડે ટુકડે લાખ્ખો રૂપિયા ઉછીના લીધા હતા તેમજ સામાજીક રીતરિવાજ મુજબ સગાઇમાં યુવતીને દાગીના આપ્યા હતા સગાઇ તૂટી જતા યુવકે રૂપિયા અને દાગીના પરત માંગતા તેના સસરાએ દાગીના બીજે ગીરવે મૂકી દીધા હતા દાગીના અને રોકડ રકમ 30 લાખ પરત આપવાનું કહી યુવકને ચેક આપ્યા હતા જે ચેક યુવકે બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થતા મોડાસા કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી વકીલ જીગ્નેશ પ્રજાપતિની ધારદાર રજુઆતને પગલે જજે આરોપીને એક વર્ષની સાદી કેદ અને એક મહિનામાં 30 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો અને આરોપી એક મહિનામાં ચૂકવી ન શકે તો વધુ 6 મહિના કેદનો હુકમ કરતા આરોપી અને તેના વકીલ પક્ષમાં સન્નાટો વ્યાપી ગયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!