37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ટીંટોઈ નજીક કારમાંથી 1.24 લાખનો દારૂ ઝડપ્યો, શામળાજી પોલીસે...

અરવલ્લી : LCBએ ટીંટોઈ નજીક કારમાંથી 1.24 લાખનો દારૂ ઝડપ્યો, શામળાજી પોલીસે હોંડા સીટીમાંથી 54 હજારના દારૂ સાથે એક ઝડપ્યો

0
122

સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા પછી અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દોડતું થયું છે અરવલ્લી એલસીબી પોલીસે ટીંટોઈ નજીક શામળાજી તરફથી સેન્ટ્રો કારમાંથી 1.24 લાખથી વધુનો શરાબ ઝડપી લીધો હતો શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી હોંડા સીટી કારમાંથી 54 હજારના દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા શામળાજી તરફથી વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી મળતા ટીંટોઈ નજીક નાકાબંધી કરતા દારૂ ભરેલી કારનો ચાલક કાર રોડ સાઈડ મૂકી ખેતરમાં ગાયબ થઇ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-207 કીં.રૂ.124200/- તેમજ કાર મળી રૂ.4.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી હોન્ડા સીટી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતા બાતમી આધારિત કાર આવતા અટકાવી તલાસી લેતા કારમાં હેન્ડ બ્રેક નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી 54 હજારથી વધુની 38 બોટલ દારૂ સાથે કાર ચાલક બુટલેગર દિપક જીવતરામ પંડ્યા (રહે,વસી-ડુંગરપુર,રાજ) ને ઝડપી પાડી 4.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!