28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

કોંગ્રેસે કહ્યું, રાહુલ ગાંધી મોટા નેતા બન્યા હોવાના કારણે ડરાવવાનો પ્રયાસ, ભાજપે કહ્યું કાયદો કાયદાની રીતે કામ કરે


મોદી સરનેમ બદનક્ષીનો કેસ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી જેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે  કોર્ટે કોંગ્રેસ નેતાને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કલમો માનહાનિ અને તેની સંબંધિત સજા સાથે સંબંધિત છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો તેના 24 કલાકમાં રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે.

Advertisement

ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, રાહુલ ગાંધી મોટા નેતા બન્યા હોવાના કારણે ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી મોટા નેતા બન્યા હોવાના કારણે ડરાવવાનો પ્રયાસ કરાવવામાં આવી રહ્યો છે, તેમ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, ન્યાયતંત્ર પર ભરોસો છે પરંતુ દ્વેષભાવની કાર્યવાહી સામે લડત લડીશું. તો અમિત ચાવડાએ કહ્યું કે, રાહુલ ગાંધી શાસક પક્ષના કૌભાંડ બહાર પાડતા હતા. પૂર્ણેશ મોદીએ કહ્યું કે, હું કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું.

Advertisement

આ ઉપરાંત ભાજપ નેતા વાઘાણીએ કહ્યું કે, કાયદો કાયદાની રીતે કામ કરે છે અને કાયદાની જોગવાઈ અનુસાર કાર્યવાહી થતી હોય છે. કાયદા પ્રમાણે દેશ ચાલે છે.

Advertisement

બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના મોદી સરનેમ વાળા નિવેદન અંગે ફરિયાદ કરી હતી. કોર્ટે ચુકાદો આપતાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી નામદાર કોર્ટના ચૂકાદાને આવકાર્યો હતો.  પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સુરત મહાનગર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેમને આ મામલે ચાર વર્ષ પહેલા આ મામલે કેસ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!