28 C
Ahmedabad
Thursday, May 2, 2024

સદસ્યતા રદ્દ કરવા મામલે રાહુલ ગાંધી જશે સુપ્રીમકોર્ટ, નિવેદનને પૂર્ણેશ મોદીએ 13 કરોડ લોકો સાથે જોડ્યુ હતું


કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કાયદાની કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત જાહેર કરાયા છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો તેના 24 કલાકમાં રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે.

દોષિત જાહેર થયા બાદ સજાની સુનાવણી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી હતી. જેમાં પૂર્ણશ મોદી દ્વારા માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે અગાઉ કરવામાં આવેલી ટીપ્પણી બદલ દોષિત ઠેરવ્યા હતા.  નિવેદનને પૂર્ણેશ મોદીએ 13 કરોડ લોકો સાથે જોડ્યુ હતું. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા અપાવવા માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઘણી તૈયારીઓ કરી હતી. જેમાં હવે રાહુલ ગાંધી માટે મુશ્કેલીઓ પણ વધી છે.

Advertisement

સુરતના બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. સુરતની કોર્ટે તેમને બદનક્ષી બદલ દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, પૂર્ણેશ મોદી પોતે વકીલ છે જેથી તેમને સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલના નિવેદનને મોટી વસ્તીના અપમાન સાથે જોડ્યું હતું.

Advertisement

કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીનું નિવેદન 13 કરોડ લોકોના અપમાન સાથે જોડાયેલું હતું. આ ઉપરાંત પૂર્ણેશ મોદીએ પોતાની અરજીમાં માનહાનિના એક ડઝનથી વધુ કેસનો સંદર્ભ આપીને કોર્ટમાં જોરદાર અરજી કરી હતી. જેના કારણે ત્રણ વર્ષ 11 મહિના અને આઠ દિવસ સુધી ચાલેલા આ કેસમાં રાહુલ ગાંધીને કોઈ રાહત મળી શકી નથી. રાહુલ ગાંધીની મુશ્કેલીઓ તેના કારણે વધી છે. રાહુલ ગાંધી પર લાગેલા આરોપો સાથે તેમના તરફથી આપવામાં આવેલી દલીલો પણ નોંધવામાં આવી હતી.

Advertisement

23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે તેમને બોલવાની તક આપી હતી. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે, આ ગુના પહેલા રાહુલ ગાંધીને કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં આરોપી પક્ષ તરફથી દયા અને માફીની કોઈ માંગ નથી. જો કે, ગઈકાલે સુનાવણી બાદ આજે રાહુલ ગાંધીને સભ્ય પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!