29 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને માવઠાનો માર પડતા, ખેડૂતોએ મંત્રી ભીખુસિંહ પરમારને કરી ‘મન ની વાત’


મોડાસાના ધારાસભ્ય અને મંત્રીએ અલગ – અલગ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી
ખેડૂતો સાથે વાતચીત કરીને તેઓને વળતર મળે તે માટે વાત કરી
ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર મળે તે માટે આપી ખાતરી

Advertisement

અરવલ્લી જિલ્લામાં ઘણાં સમયથી વાતાવરણમાં આવેલા પલટા પછી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થયું હતું, જેને લઇને ખેડૂતોના ઘઉં, તરબૂચ, બટાકા, મકાઈ, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું હતું. ખાસ કરીને મોડાસા તાલુકાના, દધાલિયા, ઈસરોલ, જીવણપુર, ઉમેદપુર, વણિયાદ, મોરા, કોકાપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું.

Advertisement

ખેડૂતોને થેયલા નુકસાનને લઇને વણિયાદ-કોકાપુર, મોદરસુંબા સહિતના ખેડૂતોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા મામલતદાર, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી, ત્યારે મોડાસા તાલુકાના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરવા માટે ધારાસભ્ય અને મંત્રી ભિખુસિંહ પરમાર પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી.

Advertisement

મોડાસા તાલુકાના વણીયાદ, કોકાપુર, મોરા, મોદરસુંબ, દધાલિયા, જંબુસર માં વરસેલા કમોસમી ભારે વરસાદ થી થયેલ ખેતી પાકને ભારે નુકસાન ને લઈ મંત્રી ભીખુસિંહ પરમારે પીડિત ખેડૂતો ની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન મંત્રી ભિખુસિંહ પરમારે આ મુલાકાત દરમિયાન કમોસમી વરસાદના કારણે ચિંતાગ્રસ્ત ખેડૂતોની રજૂઆતો સાંભળી અને આ કપરી વેળામાં તેઓના દુઃખમાં સહભાગી બની જરૂરી મદદ અપાવવા ખાત્રી આપી હતી.

Advertisement

વણિયાદ પંથકમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું હતું તે સાંભળો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!