29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ પંચમહાલ: સાર્વજનિક કોમર્સ કોલેજ NSS ની વાર્ષિક શિબિરમાં યોગ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ: સાર્વજનિક કોમર્સ કોલેજ NSS ની વાર્ષિક શિબિરમાં યોગ કાર્યક્રમ યોજાયો

0
172

શ્રી શ્રી રવિશંકરજીના પ્રિય શિષ્ય પૈકીના એક એવા આર્ટ ઓફ લિવિંગ ગોધરાના શિક્ષક તેમજ ગોધરાના તળાવ રોડ પર આવેલ પાવન શોપના માલિક એવા નરેશભાઈ તુલસીયાણીની અધ્યક્ષતામાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની એનએસએસ ની વાર્ષિક શિબિર માં યોગ કાર્યક્રમ યોજાઈ ગયો જેનો શિબિરમાં ઉપસ્થિત એનએસએસના સ્વયંસેવકોએ લાભ લીધો હતો.

પ્રાથમિક શાળા વાવડી બુઝર્ગ ખાતે યોજાયેલ આ યોગ કાર્યક્રમમાં નરેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને તન અને મનની શુદ્ધિ માટે યોગ શીખવાડ્યા હતા. આ સાથે સાથે જીવન ઉપયોગી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નરેશભાઈ ના સરળ અને પ્રેમાળ પ્રવચનથી અને તેમની વાત કરવાની રીતથી સૌ કોઈ વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં નરેશભાઈ ના ધર્મ પત્ની જ્યોતિબેન દ્વારા પણ યોગ શીખવાડી સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
પ્રારંભમાં એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો.અરુણસિંહ સોલંકી દ્વારા નરેશભાઈનું તથા તેમના અર્ધાંગિની જ્યોતિબેન નું શાલ ઓઢાડી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!