29.7 C
Gujarat
Saturday, August 22, 2026
Home HeadLines અરવલ્લી : રામનવમીએ મોડાસા, ટીંટોઈ સહીત જીલ્લામાં જય શ્રી રામના નારા ગૂંજ્યા,...

અરવલ્લી : રામનવમીએ મોડાસા, ટીંટોઈ સહીત જીલ્લામાં જય શ્રી રામના નારા ગૂંજ્યા, વિશાળ બાઈક રેલી યોજાઈ

0
228

અરવલ્લી : રામનવમીએ મોડાસા, ટીંટોઈ સહીત જીલ્લામાં જય શ્રી રામના નારા ગૂંજ્યા, વિશાળ બાઈક રેલી યોજાઈઅરવલ્લી જીલ્લા માં ભગવાન રામના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મોડાસા શહેરમાં ભગવાન રામલલ્લાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી મોડાસા તેમજ ટીંટોઈ ગામના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા ટીંટોઈમાં ટીંટોઈ રામજી મંદિર , વીએચપી અને આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી મોડાસા શહેર સહીત જીલ્લામાં પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જીલ્લામાં રામનવમીની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો

મોડાસા શહેરના માર્ગો પર ભગવાન શ્રી રામ નગરચર્ચાએ નીકળતા શહેરીજનો રામલલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શહેરના કલ્યાણ ચોકથી ભગવાન રામના જન્મદિવસ ઉજવણી પર્વ રામનવમીએ વિશ્વ હિન્દૂ પરિષદ,બજરંગ દળ, શ્રી રામ સેના અને દુર્ગાવહીની દ્વારા ભગવાન રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર બાઈક રેલી યોજી નીકળી હતી શહેરના માર્ગો ભગવામય બની જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો અને મહિલાઓ જોડાઈ હતી ટીંટોઈ ગામમાં સૌપ્રથમ વાર રામ નવમીની શોભાયાત્રા યોજી રામજન્મોત્સવ મનાવ્યો હતો જેમાં એએચપી તેમજ ટીંટોઈ સહીત આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રામ મંદિર દ્વારા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!