43 C
Ahmedabad
Saturday, May 18, 2024

વિજયનગર પંથકમાં વતવારણમાં પલટો : પોળો ફોરેસ્ટ પંથક સહિત તાલુકાભરમાં ગાજવીજ સાથે કમોસમી મુશળધાર એક ઇંચ વરસાદ


મોજાળીયાં,ખરોલ ,સારોલી લીલપુર સહિત તાલુકામાં વરસાદે ઘઉં સહિતની ખેતીનો સોથ વાળતા ખેડૂતો પાયમાલ

Advertisement

 

Advertisement

વિજયનગર પંથકમાં આજે બપોર બાદ વતવારણમાં પલટો આવતા પોળો ફોરેસ્ટ વિસ્તાર સહિત તાલુકાભરમાં કમોસમી મુશળધાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત મોજાળીયાં,ખરોલ ,સારોલી લીલપુર સહિતના વિસ્તારોમાં પણ ઠેર ઠેર ભારે વરસાદને લઈ તાલુકામાં રહ્યોંસહયો ઘઉં સહિતનો રવિ પાક પલળી જતા મોમાં આવેલો કોળિયો ઝુટવાઈ જતા ખેડૂતોમાં ઘોર હતાશા વ્યાપી ગઈ છે. ગતરોજ અને આજે ભર બોપર દિવસની વરસાદની આગાહીમાં પહેલો દિવસ એકંદરે હેમખેમ પસાર થઈ ગયો હતો એનાથી આજે બીજા દિવસે ગુરુવારે પણ એવો જ કોરો દિવસ જશે એવી રાખેલી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું અને એકાએક જ આજે બપોર બાદ હવામાન પલટાઈ ગયું હતું અને રીતસર ચોમાસાની જેમ ભર ઊનાળે મુશળધાર વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર વહેણ બનીને પાણી ફરી વળ્યાં હતા.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

Advertisement

ગતરોજ વરસાદ ન હતો અને આજે સવારથી ઉઘાડ હતો એની તક ઝડપી લઈને ખેડૂતોએ થ્રેશરો લાવી,ખેતરોમાં ગોઠવી દઈને ઘઉં કાઢવાનું ચાલુ હતું ત્યાં જ અણધાર્યો ભારે વરસાદ પડતાં ઘઉં,ભુસુ ..ઘાસ..બધું જ પલળી જતા બગડી જતા કોઈ દોડધામ કારગત નીવડી ન હતી આમ આજે ખેડૂતો વરસાદમાં ફસાઈ ગયા હતા.ભારે નુકસાન થતાં ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે.આ વરસાદ અત્યાર સુધીના કમોસમી વરસાદની સરખામણીમાં ઘણો જ ભારે હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!