37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે સગીરાનું અપહરણ કરનાર આરોપીને ટીમરૂ પાન વિણતા...

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે સગીરાનું અપહરણ કરનાર આરોપીને ટીમરૂ પાન વિણતા દબોચ્યો, અન્ય એક વોન્ટેડ બુટલેગર જયદેવ ડુંડને પકડ્યો

0
153

 

અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે શામળાજી પંથકમાંથી પાંચ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર વાંદીયોલ (કાદવીયા) ગામના આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો અન્ય એક ખૂંખાર નાના ડોડીસરાના બુટલેગર જયદેવ ઉર્ફે પિન્ટુ ડુંડને ગાજણ ટોલટેક્ષ નજીક ખાનગી વાહનમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ બી.કે.ભુનાતર અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાનગી વોચ અને બાતમીદારો સક્રિય કરતા શામળાજી પંથકમાંથી 5 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર વાંદીયોલ(કાદવીયા) ગામનો આરોપી હિતેશ કમજી ગામેતી ઘર નજીક ડુંગરની ઝાડીઓમાં ટીમરૂના પાન વીણતો હોવાની બાતમી મળતા તાબડતોડ ડુંગર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લૂંટ,અપહરણ, મારધાડ ગુન્હાનો કુખ્યાત બુટલેગર નાના ડોડીસરાનો જયદેવ ઉર્ફે પીન્ટુ બિપિન ડુંડ ખાનગી વાહનમાં મોડાસા તરફ આવવાનો બાતમી મળતા ગાજણ ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી ખાનગી વાહન આવતા કોર્ડન કરી જયદેવ ઉર્ફે પિંટુ ડુંડને દબોચી લેતા કુખ્યાત બુટલેગરના મોતિયા મરી ગયા હતા બુટલેગર પોલીસને ગેરમાર્ગે દોરવા અનેક ધમપછાડા કર્યા હતા જો કે બાતમી સચોટ હોવાથી મોબાઈલ પોકેટ કોપની મદદની સાથે યુક્તિ પ્રયુક્તિથી સકંજામાં લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!