33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ક્રૂરતાની હદ : મેઘરજ બસ સ્ટેન્ડ પાછળ આખલા પર એસિડ એટેક, અસામાજીક...

ક્રૂરતાની હદ : મેઘરજ બસ સ્ટેન્ડ પાછળ આખલા પર એસિડ એટેક, અસામાજીક તત્ત્વો સામે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ

0
134

મેઘરજ નગરમાં અજાણ્યા નરાધમોએ રખડતા આખલા પર એસિડ એટેકની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે આખલા પર એસિડ નાખનાર અસામાજિક તત્ત્વોને પોલીસ તંત્ર શોધી કાયદાનો પાઠ ભણાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે દર્દથી કણસતા આખલાની મદદે માં ગાયત્રી જીવ સેવાના સદસ્યો અને પશુ તબીબે સારવાર આપતા દર્દથી કણસતા આખલાએ રાહત અનુભવી હતી

મેઘરજ નગરના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં એક રખડતા આખલા પર કેટલાક અસામાજીક તત્ત્વોએ એસિડ નાખતા આખલાના પગ અને શરીરના ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો એસિડ એટેકના દર્દથી કણસતા આખલાને લોકોએ જોતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો જીવદયા પ્રેમીઓને જાણ થતા તાબડતોડ જીવદયા પ્રેમીઓ અને વેટેનરી તબીબ સ્થળ પર પહોંચી દર્દથી કણસતા આખલાને સઘન સારવાર આપી હતી આખલા પર એસિડ ફેંકનાર અસામાજીક તત્ત્વો સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને નરાધમોને પોલીસતંત્ર ઝડપી પાડી શખ્ત કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે

મેઘરજના જીવદયા પ્રેમીના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી જેમાં અસામાજિક તત્વોએ આખલા પર એસિડ ફેંક્યુ હોવાના કારણે ચામડી ઉતરી જતા આખલો લોહીલુહાણ થઈ ગયો હતો અસામાજિક તત્વોએ આખલા પર એસિડ ફેંકતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને માત્ર એક જ માંગ ઉઠવા પામી છે કે મૂંગા પશુઓ ઉપર એસિડ ફેકનાર અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે પકડી પાડી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!