અરવલ્લીમાં 16860 માંથી 7002 ઉમેદવારોએ પરીક્ષા આપી
અરવલ્લી જીલ્લાના 53 પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 1600 કર્મચારીઓ ખડેપગે રહ્યા
અરવલ્લીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો કેન્દ્ર પર તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાની સરાહના કરી હતી
ઉમેદવારોને પેપર લેન્ધી લાગ્યું તો કેટલાક ઉમેદવારોએ પેપર અપેક્ષા કરતા સારું હોવાનો એકરાર
ગુજરાતમાં સરકારી ભરતી એજન્સી દ્વારા કરવામાં આવતી ભરતી પરીક્ષાના પેપર ફૂટવાની સતત ઘટનાઓ બની હતી જુનિયર ક્લાર્ક ની પરીક્ષાના પેપર ફૂટ્યાના બે મહિના બાદ રવિવારે ફરીથી યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોમાં ભારે નીર ઉત્સાહ જોવા મળ્યો હોય તેમ અરવલ્લી જીલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 58 ટકાથી વધુ ઉમેદવારો ગેર હજાર રહ્યા હતા જીલ્લા વહીવટી અને પોલીસતંત્રએ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થતા હાશકારો અનુભવ્યો હતો
જુનિયર ક્લાર્કની રવિવારે યોજાયેલ પરીક્ષામાં અરવલ્લી જીલ્લામાં 53 પરીક્ષા કેન્દ્રો પર 16860 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી તંત્રએ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે 1600 થી વધુ સ્ટાફ પરીક્ષા કેન્દ્રો પર તૈનાત કર્યો હતો જો કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 16860 પરીક્ષાર્થીઓ માંથી 7002 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જયારે 9858 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા જીલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 58 ટકાથી વધુ પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા