33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ખાખીને સલામ : જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓની મદદે આંબલીયારા પોલીસ,ઉમેદવારોને પરીક્ષાકેન્દ્ર પર પહોંચવા...

ખાખીને સલામ : જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓની મદદે આંબલીયારા પોલીસ,ઉમેદવારોને પરીક્ષાકેન્દ્ર પર પહોંચવા રીક્ષાની સુવિધા ઉભી કરી

0
128

જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર
પરીક્ષાર્થીઓ માટે મદદ માટે સતત ખડેપગે ઉભું રહ્યું હતું

પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનુભવ અરવલ્લી જીલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પહોંચેલા અન્ય જીલ્લાના પરીક્ષાર્થીઓએ અનુભવ્યો હતો

આંબલીયારા પોલીસે બસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્ર સુધી પરીક્ષાર્થીઓ માટે રીક્ષાઓ ઉપલબદ્ધ કરાવી હતી ગરમીમાં પરીક્ષાર્થીઓને રીક્ષાનો સહારો મળતા રાહત અનુભવી હતી પરીક્ષાર્થીઓની મદદે સેવાકીય સંસ્થાઓ પણ ખડેપગે ઉભી રહી હતી

આંબલીયારા પીએસઆઈ એસ.ડી.માળી અને તેમની ટીમે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો માટે બસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે રીક્ષા ચાલકોના સહયોગથી પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરતા પરીક્ષાર્થીઓ પોલીસતંત્રની કામગીરીની સરાહના કરવાની સાથે રીક્ષા ચાલકોના ઉદારવાદી અભિગમનો આભાર માન્યો હતો

અરવલ્લી જીલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ઉભી ન થાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી તંત્રની કામગીરીની પરીક્ષાર્થીઓએ સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!