સરકારી અધિકારી, કર્મચારીઓ અને પોલિસ જવાનો પોતાની ફરજ બાદ તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને ફીટ રહી શકે તે હેતુથી અલગ અલગ રમતોત્સવ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મોડાસાના ગેબી નજીક ડોક્ટર હાઉસ કોમ્પ્લેક્ષમાં બેડમિંટન સ્પર્ધા યોજવામાં આવી હતી.
EMRI GREEN HEALTH SERVICES જે 108, ખિલખિલાટ, 1962-MVD, 181 અભયમ હેલ્પ લાઇન સાથે જોડાયેલી સંસ્થા છે એ સમાજ માટે તો સેવાની પ્રવૃતિ કરે જ છે પણ સાથે સાથે પોતાના કર્મચારીઓ માટે પણ એટલું જ ગંભીરતા થી વિચારતી હોય છે, કર્મચારીઓ આખો દિવસ અને રાત લોક સેવામાં લાગેલા હોય છે તો એમના મનોરંજન માટે અલગ અલગ પ્રવૃતિ ના ભાગ રૂપે આજે EMRI GHS ના તમામ વિભાગ ના કર્મચારીઓ તથા એમના અધિકારીઓ 108 પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી, 1962 પ્રોગ્રામ મેનેજર મયંક પટેલ, 108 EME જૈમિન પટેલ, 1962 PC પ્રતીક સુથાર એક મનોરંજક બેડમિન્ટન ચેમ્પિયન શિપ ની આજે શરૂઆત કરી હતી અને એ હરીફાઈ 25 મે સુધી તબક્કાવાર મોડાસા માં યોજાશે.