42 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી: મોડાસાના ફરેડી ગામે મહિલાઓના અધિકારીઓ અંગે કાર્યશાળા યોજાઈ


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં 181 અભયમના સાથ સહકાર થી મહિલાઓને લગતા અધિકારી અંગે કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામાં બહેનોને પડતી મુશ્કેલીઓ અને મહિલા અધિકારો સમજ આપવામાં આવી. આ સાથે જ કોઈપણ સમયે મહિલાઓને મદદ માટે 181 હેલ્પલાઇન નમ્બર અંગે સંપૂર્ણ સમજ આવામાં આવી હતી. આ ઉપરાંત 181 માં ડેમો કોલ કરવામાં આવ્યો હતો અને પરિવર્તન ટ્રસ્ટ ના કર્મચારી પુષ્પા બેન દ્વારા મહિલાઓ રોજગારી ની સમજ આપવામાં આવી હતી.

Advertisement

આ કાર્યશાળામાં મહિલાઓને પગભર થવું હોય તો કેવા કાર્યો કરી શકે તે અંગે સીવણ ક્લાસ બ્યુટીપાર્લર, સરકારી યોજનાઓ જેવી વ્હાલી દીકરી યોજના, 399 પોસ્ટ વીમો, વિધવા સહાય, વૃદ્ધપેંશન બીજી અન્ય યોજનાની માહિતી આપવામાં આવી હતી. લીલાબેન દ્વારા મહિલા અધિકાર ઉપર ગીત ગવડાવવામાં આવ્યું હતું ત્યારે બાદ સામાજિક કાર્યકર ગોપાલ સિંહ પુજારા દ્વારા શખી મંડળ તેમજ સ્થાનિક મુશ્કેલી ઓ અને મહિલા સંગઠન ની સમજ આપવામાં આવી હતી. અને  આ કાર્યક્રમ માં 45 બેહનો 7 ભાઈઓ  અને 8 બાળકો હાજરી આપી હતી.

Advertisement

સામાજિક કાર્યકર ગોપાલ સિંહ પૂજારા. લીલાબેન. એસ. મારીવાડ. જગદીશ ભાઈ. પાંડોર દ્વારા  એક સામાજિક  શિક્ષણ  ની કાર્યશાળા રાખેલ જેમાં આગેવાન બેહનો.શારદાબેન / લીલાબેન બામણીયા.181અભયમ ટીમના પ્રતિનિધિ મનીષા બેન હાજરી આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!