દઢવાવ ડામોર ફળિયામાં ગેસની બોટલ ફાટતાં રસોઈ કરનાર સહિત બે વ્યક્તિઓનો આબાદ બચાવ સિલિન્ડરના બે ટુકડા થયા: રોકડ સહિત 4 લાખનું નુકસાન
ગેસ બોટલ બ્લાસ્ટને લઈ. પ્રચંડ આગ ફાટી નીકળતાં ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઈ
વિજયનગરના દઢવાવ ડામોર ફળિયામાં રસોઈ બનાવતા ગેસની બોટલ ફાટતાં ઘરમાં આગ લાગી હતી.જેમાં બૂમાબૂમ અને નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ સાંભળી ને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો જેથી કલાક બાદ આગ કાબુમાં આવી હતી.
આ આગમાં ઘરવખરી,કપડાં, આખી તિજોરી બળી જતા રૂ..50 હજાર રોકડા જે ઘરની લોનનો હપ્તો ભરવા રાખી મુકેલ તે બળી ગયા હતા જ્યારે સંતાનોના અભ્યાસના ડોક્યુમેન્ટ્સ કાગળો,સિમેન્ટનું ધાબુ વગેરેનું મળી બળી જવાથી વ્યાપક નુકસાન થયું હતું. ઘરમાંથી સમયસૂચકતા વાપરીને રસોઈ બનાવતી કિશોરી સહિત બે વ્યક્તિઓ બહાર દોડી જતા આ ઘટનામાં કોઈ જ ઇજા કે જાનહાનિ થઈ ન હતી.દઢવાવ ડામોર ફળિયામાં રહેતી અને રસોઈ બનાવી રહેલ ૧૩ વર્ષીય સંજનાબેન બહાદુર ભાઈ રામજીભાઈ ડામોર ઘરમાં રસોઈ બનાવતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.. આ ઘટનામાં કોઈ જ જાનહાનિ ન થતા સૌએ ઈશ્વરનોપાડ માન્યો હતો.પરંતુ 50 હજાર રોકડ અને અન્ય ઘરવખરી,કપડાં,દાગીના મળીરૂ.૪ લાખના નુકસાનનો અંદાજ છે