ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શ્રી કમલમ કાર્યલમમાંથી ભાજપમાં છું હતો અને રહીશનો હુંકાર કર્યો હતો
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને આમંત્રિત કરાયા હતા કે નહીં તે અંગે કેટલાક ભાજપ અગ્રણીઓને પૂછતા મગનું નામ મરી પાડ્યું ન હતું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સતત વ્યસ્ત રહેલા જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલનો સંપર્ક કરતા સંપર્ક થઇ શક્યો ન હતોAdvertisement
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી જીલ્લાની મુલાકાતે પહોંચતા બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ પહેરી હેલિપેડ ખાતે મુખ્યમંત્રીના સ્વાગત કર્યા બાદ શ્રી કમલમ કાર્યાલયમાં હાજરી આપતા અનેક રાજકીય અગ્રણીઓ ગોથા ખાવાની સાથે તરહ તરહની ચર્ચાઓ જામી હતી ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ભાજપની સામે બાંયો ચઢાવી અપક્ષ ઉમેદવારી કરી ધારાસભ્ય બનેલા ધવલસિંહ ઝાલા પરાણે પ્રીત કરવા પહોંચ્યા હોવાથી મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા હાલ તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના કાર્યકરો સાથે ચર્ચા કર્યા પછી કાર્યક્રમમાં પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું
બાયડ કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનો દ્રોહ કરી કેસરિયો ધારણ કર્યો હતો કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દઈ કેસરિયો ધારણ કર્યો હતો અને બાયડ બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર સામે હાર થયા પછી સતત વિધાનસભા-2022 ની ચૂંટણીમાં ભાજપ ટિકિટ અપાશે તેવા આશાવાદ સાથે બાયડ-માલપુર પંથકમાં સતત જન સંપર્કમાં રહી લોકોને મદદરૂપ થયા હતા જો કે ભાજપે વિધાનસભાની ટિકિટ નહીં આપતા તેમનો મોહભંગ થતા અપક્ષ ઉમેદવારી કરી હતી અને ચૂંટણી પ્રચારમાં ભાજપ અને સ્થાનિક સંગઠન સામે આક્રમક પ્રચાર કર્યો હતો અપક્ષ ઉમેદવાર તરીકે વિજય પ્રાપ્ત કર્યો હતો અને વિજેતા થયા પછી ભાજપને ટેકો જાહેર કર્યો હતો