સંગઠન,ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અને સંઘ પરિવાર સાથે એમ ત્રણ બેઠકોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહયા
Advertisement
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે કમલમ કાર્યાલય ખાતે આજરોજ વન ડે. વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રીનો કાર્યકરો સાથે સીધો સંવાદ યોજાયો હતો. ત્રિસ્તરીય બેઠકોમાં સંગઠન,ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અને સંઘ પરિવાર સાથે એમ ત્રણેય બેઠકોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહયા હતા અને સંવાદ કર્યો હતો.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ મહામંત્રી રજનીકાંત પટેલ,પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને રાજ્ય મંત્રી ભુખુસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોનું જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે આવકાર્યા હતા અને ભાવભીનું સ્વાગત કર્યું હતું. જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ બેઠક જિલ્લાના સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો સાથે યોજાઈ હતી જ્યારે બીજી બેઠક તાલુકા-જિલ્લા પંચાયતના,પાલિકાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અને સહકારી આગેવાનો સાથે યોજવામાં આવી હતી. આ બન્ને બથકોમાં મુખ્યમંત્રીએ સીધો સંવાદ કરીને સૌએ મુક્તમને કરેલી રજૂઆતો સાંભળીને એના માટે ઘટતું કરવા અને લોક વિકાસના કામો આગળ ધપાવવા ઉપર ભાર મુક્યો હતો.દરેકના સૂચનો અને રજીઆતો સાંભળી હતી, જ્યારે છેલ્લી બેઠક સંઘ પરિવાર સાથે સંવાદનો કાર્યક્રમ આયોજિત કરાયાં બાદ ભાજપની સંકલન સમિતીની બેઠક મળી હતી.. જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભીખાજી ડામોર, હસમુખભાઈ પટેલ, જગદીશભાઈ ભાવસાર
ઉપરાંત બીજી બેઠકમાં ધારાસભ્ય પી.સી.બરંડા, બાયડ ધારાસભ્ય ધવાલસિંહ ઝાલા,જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, ગુજરાત મિલ્ક ફેડરેશન અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સાબરકાંઠા બેંકમાં ચેરમેન મહેશભાઈ પટેલ,એમડી પંકજભાઈ એન.પટેલ, જિલ્લા સંઘમાં અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, મોડાસા એપીએમસી ચેરમેન રાજુભાઇ, પૂર્વ ચેરમેન શામળભાઈ એમ.પટેલ સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.