અરવલ્લી જિલ્લાના વિકાસમાં સરકારે રસ દાખવીને કેટલાય કામો કર્યા છે અને કેટલાય કામ હજુ પ્રગતિમાં છે પણ કેટલી કામગીરી ની ઝડપ નહીં વધતા વિકાસલક્ષી કામો હજુ ગોકળગતિએ ચાલી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરકારે સારા આશયથી આઈકોનિક બસ પોર્ટ બનાવવાની યોજના અમલી મુકી છે, કેટલાય વર્ષ થી આ કામગીરી ચાલી રહી છે પણ હજુ આ કામ ક્યારે પૂર્ણ થશે તે ચોક્કસ સમય નક્કી નથી, પણ હવે મુખ્યમંત્રીની મુલાકાતથી રોકાણકારો તેમજ જિલ્લાના લોકોમાં એક આશા બંધાઈ છે કે, આ કામ હવે ઝડપી થશે.
મોડાસા ખાતે આઈકોનિક બસ સ્ટેશનનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લાની મુલાકાત દરમિયાન તેમણે મોડાસા ખાતે નિર્માણાધિન બસ સ્ટેશનની મુલાકાત કરી હતી. કોન્ટ્રાકટર અને અધિકારી સાથે વાતચીત કરી બસ સ્ટેશન ના બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તૈયાર થઈ રહેલા આઈકોનિક બસ સ્ટેશનમાં કેટલાય વર્ષોથી વેપારીઓ રોકાણ કર્યું છે, જોકે દિવાળી પર તૈયાર થશે, આવતા મહિને તૈયાર થશે તેવું જાણવા મળે છે ત્યારે હવે મુખ્યમંત્રીએ આ મુલાકાત કરી સમિક્ષા કરતા વેપારીઓ, મુસાફરો તેમજ રોકાણકારોમાં એક વિશ્વાસ વધ્યો છે કે, હવે આઈકોનિક બસ પોર્ટની કામગીરીની ગતી વધશે.
આ મુલાકાત દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી.બરાંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.