ભિલોડામાં નારણપુર – નારસોલી રોડ પર જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ
જ્ઞાનયજ્ઞ મહોત્સવનો છઠ્ઠો દિવસ હજ્જારો ભાવિક ભક્તોએ કથાનો લાભ લીધો
ભગવાન શ્રી કૃષ્ણથી મોટો ક્રાંતિકારી કોઈ ન હોઈ શકે :- સ્વામી રામપ્રસાદ
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નારણપુર – નારસોલી રોડ પર જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ દરમિયાન હજ્જારો ભક્તોએ આજ દિન સુધીમાં લાભ લીધો છે.ભાગવત સપ્તાહ,ભજન અને ભોજન નો ત્રિવેણી સંગમ રચાયો છે.ભકિતભાવ પુર્વક ભક્તિમય માહોલમાં મુખ્ય વકતા / પરમ પુજય સ્વામી મપ્રસાદજી મહારાજ ભાવિક ભક્તોએ છેલ્લા છ દિવસથી ભક્તિમય રસપાન કરાવી રહ્યા છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ,ભિલોડાના મુખ્ય યજમાન રામપાલ રતનલાલ લઢ્ઢા / પરીવારે ઉત્સાહભેર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
ભગવાન શ્રી કૃષ્ણથી મોટો ક્રાંતિકારી કોઈ ન હોઈ શકે. સમાજ સુધારણાની પહેલ કરીને ભગવાન કૃષ્ણએ રૂઢિપ્રથાઓને ખતમ કરવાનું કામ કર્યું. જ્યારે પણ સમાજમાં પરિવર્તન આવશે ત્યારે વિરોધ થશે પરંતુ સારા પરિવર્તનની પહેલ થી ક્યારેય પીછેહઠ ન કરવી જોઈએ. સંત રામપ્રસાદ મહારાજે / જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવના પાંચમા દિવસે ગોવર્ધન પૂજા સંદર્ભનું પઠન કરતાં આ વિચારો વ્યક્ત કર્યા હતા.કથાના મુખ્ય યજમાન પરીવાર ધ્વારા છપ્પન ભોગનું પણ આયોજન કર્યું હતું.સંતે કહ્યું કે ભગવાન કૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરવાની પ્રેરણા આપી હતી.આયોજક લઢ્ઢા પરિવાર દ્વારા સંતો,મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ.પુ સંત શ્રી રામપ્રસાદજી મહારાજ આજે રૂકમણી વિવાહની કથા સંભળાવી હતી.ભાગવત કથા / જ્ઞાનયજ્ઞ મહોત્સવ અંતર્ગત બપોરે ૩ થી ૬ દરમિયાન જય ભોલેનાથ પાર્ટી પ્લોટ,
ભિલોડામાં કથા વાંચન યોજાશે તે દરમિયાન રૂકમણી વિવાહ સંદર્ભનું વાંચન કર્યું હતું.શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની તા. ૧૪-૦૪-૨૦૨૩ ને શુક્રવારના રોજ પૂર્ણાહુતિ થશે તેમ લઢ્ઢા પરીવાર, ભિલોડા ના આયોજકોએ જણાવ્યું હતું.