અરવલ્લી જીલ્લામાં બિહાર સહીત પર પ્રાંતીય રાજ્યોમાં મોબ લિંચિંગની ઘટનાઓ અનેક વાર બહાર આવી છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી નજીક બાઈક-ડી.જે વાહન વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ડી.જે.સંચાલકને અસામાજિક તત્ત્વોએ ઢોર માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી સદનસીબે ટોળામાં રહેલા કેટલાક જાગૃત નાગરિકોએ ડી.જે સંચાલકને બચાવી લીધો હતો અને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો જો કે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી મેઘરજ પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી
મેઘરજ તાલુકાના રામગઢી ગામ નજીક સાંજના સુમારે રોડ પરથી પસાર થતા બાઈક- ડી.જે વાહન વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કેટલાક લોકો અકસ્માત સ્થળે પહોંચી દેકારો મચાવી ડી.જે.સંચાલક પર તૂટી પડ્યા હતા અને કાયદો હાથમાં લઇ ઢોર માર મારતા ડી.જે સંચાલક અધમુવો થઇ ગયો હતો આક્રમક બનેલા ટોળામાંથી કેટલાક અસામાજીક તત્ત્વોએ પટ્ટા અને લાકડાના હાથા વડે ઘા ઝીંકતા નજીક રહેલી મહિલાઓ બુમાબુમ કરી ડી.જે.ચાલકને માર મારવાનું બંધ કરવાનું કહેતા અન્ય લોકો એ ડી.જે.ચાલકને અસામાજિક તત્ત્વોના હાથમાંથી છોડાવતા સદનસીબે મોત ભાળી ચૂકેલા સંચાલકનો બચાવ થયો હતો ગંભીર ઈજાગ્રસ્ત ડી.જે સંચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો સમગ્ર ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ હતી જો કે અગમ્ય કારણોસર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી