31.6 C
Gujarat
Monday, August 24, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજ્યંતિ ઉજવણી કુડોલ અને ટીંટોઈ ગામમાં...

અરવલ્લી : ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજ્યંતિ ઉજવણી કુડોલ અને ટીંટોઈ ગામમાં ભવ્યતાભવ્ય રેલી યોજી

0
177

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા ના કુડોલ ગામ માં ૧૪ મી એપ્રીલ ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આંબેડકર ઉજવણી સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી. ગામના આંબેડકર ચોકમાં ગ્રામજનો એકઠા થઇ બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ના ફોટો ને કુમ કુમ તિલક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ગામના યુવકો અને અગ્રણીઓએ D.J. ના તાલે જય ભીમ નાં નારા લગાવ્યા હતા

કુડોલ ગામમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132 જન્મજ્યંતિની ઉજવણીમાં ડી.જે.ના તાલે ગામના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકો,યુવાનો,મહિલાઓ ,વડીલો તમામ ઉત્સાહ ભેર જોડાયા હતા જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોનો પ્રકાશકુમાર વણકર દ્વારા આભાર વ્યક્ત કરી આભારવિધિ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન દિનેશ મકવાણા, ગણપત મકવાણા, દીપક મકવાણા ,પ્રવીણ મકવાણાએ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!