42 C
Ahmedabad
Sunday, May 19, 2024

ગુજરાત : ફરેડી પ્રાથમિક શાળાના શિક્ષક નીલાક્ષી પટેલને ગોલ્ડ મેડલ, ર્ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.માં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો


 

Advertisement

ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132 જન્મજ્યંતિ નિમિતે અમદાવાદ ર્ડો.બાબા સાહેબ આમ્બેડક ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફરેડી પ્રાથમીક શાળાના શિક્ષીકા અને મોડાસા કોલેજમાં આવેલ સેન્ટરમાં અભ્યાસ કરનાર નીલાક્ષીબેન પટેલે સમગ્ર ગુજરાતમાં બી.એડ.ની પરીક્ષામાં સમાજશાસ્ત્ર વિષય સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાનું શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં નામ રોશન કર્યું હતું

Advertisement

ર્ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી અમદાવાદમાં આવેલ એક મુક્ત વિશ્વ વિધ્યાલય છે જેમાં આપ ઘરે બેઠા બેઠા કે પછી નોકરી દરમિયાન વિવિધ વિષયોમાં ડિપ્લોમા, સ્નાતક, ડિગ્રી સહીત ઉચ્ચ અભ્યાસ કરી શકો છો મોડાસા તાલુકાની ફરેડી પ્રાથમિક શાળાના શિક્ષીકા નીલાક્ષીબેન મિતેશભાઈ પટેલે ર્ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં બીએડ અભ્યાસ ક્રમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યમાં મોડાસા કોલેજ અને જીલ્લાનું ગૌરવ વધારતા મોડાસા કેળવણી મંડળના હોદ્દેદારો અને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા

Advertisement

ગોલ્ડ મેડલ વિજેતા નીલાક્ષી પટેલે જણાવ્યું હતું કે તેમની સફળતાનો શ્રેય તેમના શિક્ષક પતિ મિતેશ પટેલને આપ્યો હતો નોકરી અને લગ્ન પછી ઉચ્ચ અભ્યાસ માટે પતિ તેમજ માતા-પિતાની સતત હૂંફ અને ફરેડી શાળાના પરિવારના સાથ અને સહકારથી સિદ્ધિ પ્રાપ્ત થઇ હોવાનો એકરાર કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!