28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં મખદૂમ ગ્રુપે 200 ગરીબ બાળકો સાથે ઈફ્તારી યોજી ખુશીયો...

અરવલ્લી : મોડાસામાં મખદૂમ ગ્રુપે 200 ગરીબ બાળકો સાથે ઈફ્તારી યોજી ખુશીયો વહેંચી, બાળકોને કપડાં વિતરણ કરાયા 

0
244

 

પવિત્ર રમજાન માસ અંતિમ ચરણમાં છે ત્યારે મોડાસા શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા મખદૂમ ગ્રુપ દ્વારા શહેરમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો સાથે ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી વધુ બાળકોએ મખદૂમ ગ્રુપના સદસ્યો સાથે ઇફ્તારી કરતા બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો

 

મોડાસા શહેરની મખદૂમ ચોકડી નજીક શુક્રવારે સાંજે મખદૂમ ગ્રુપ દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે શહેરમાં વસવાટ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો સાથે ઇફતાર પાર્ટી યોજી હતી બાળકો સાથે મખદૂમ ગ્રુપના સદસ્યો ઈફ્તાર પાર્ટી કરવાની સાથે બાળકોને નવા કપડાંનું વિતરણ કરવામાં આવતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા તેમજ પવિત્ર રમજાન માસમાં રોજા રાખનાર 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફુલહાર પહેરાવી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો સાથે ઈફ્તાર પાર્ટી યોજી બાળકોના ચહેરા પર ખુશીયો રેલાવનાર મખદૂમ ગ્રુપની લઘુમતિ સમાજના અગ્રણીઓ અને લોકોએ સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!