28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા પોલીસ મથકના PI રાહુલસિંહ રાજપુતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો 

પંચમહાલ: શહેરા પોલીસ મથકના PI રાહુલસિંહ રાજપુતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો 

0
134

 

શહેરા,

શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલસિંહ રાજપુતની ગોધરા બી ડીવીઝન ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં શહેરાનગરના વિવિધ સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.પીઆઈ રાહુલકુમાર રાજપુતનું સાલ તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામા આવ્યું હતું,પીઆઈ રાહુલસિંહ રાજપુત દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન પ્રંશસનીય કામગીરી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ મથકના ખાતે ફરજ બજાવતા પીઆઈ રાહુલસિંહ રાજપુતની ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક ખાતે બદલી કરવામા આવી છે. જેના ભાગરૂપે પોલીસ મથકના પંટાગણમાં વિદાય સમારોહ રાખવામા આવ્યો હતો. જેમા પીઆઈને શહેરાનગરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતું. પોલીસ મથકના કર્મચારીએ કિશોર કુમારનુ એક હિન્દી ફિલ્મનું કભી અલવિદા ના કહેના ગીત ગાઈને પોતાની લાગણી રજુ કરી પીઆઈને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરા પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યા બાદ તાલુકામા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાહુલસિંહ રાજપુતે પ્રંશસનીય કામગીરી બજાવી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમને કાયદો અને વ્યવસ્થા જાળવાને લઈને કામગીરી બજાવી હતી.જેમા આંકડીયા પાસે એક મકાનમાં ધમધમતુ મીની કતલખાનુ ઝડ઼પી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પશુઓની ગેરકાયદેસર હેરાફેરી,પ્રોહીબીશન અને વિવિધ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા સહિત વિવિધ ગુનાઓ ડીટેક્ટ કરી પ્રંશસનીય કામગીરી કરી હતી.શહેરા પોલીસ મથકના તમામ કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને ભાવભરી વિદાય આપવામા આવી હતી. વિદાય સમારોહમાં શહેરાનગરના વિવિધ સમાજના અગ્રણીઓ,સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ.હોમગાર્ડસ, ટ્રાફીક જવાનો, સહિત નાગરિકો હાજર રહ્યા હતા.અને તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી.નોધનીય છે કે રાહુલસિંહ રાજપુતની ગોધરા ખાતે બદલી થઈ જતા તેમના સ્થાને શહેરા પોલીસમથકના પી.આઈ તરીકે કે.પી,ખરાડીએ ચાર્જ સંભાળી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!