29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Exclusive: અરવલ્લીના પોલીસ સ્ટેશનમાં વઘારો, ગૃહમંત્રી હર્ષ સંઘવી ટીંટોઇ પોલીસ સ્ટેશનનું બુધવારે...

Exclusive: અરવલ્લીના પોલીસ સ્ટેશનમાં વઘારો, ગૃહમંત્રી હર્ષ સંઘવી ટીંટોઇ પોલીસ સ્ટેશનનું બુધવારે કરશે લોકાર્પણ

0
197

મોડાસા હેડક્વાટર પોલીસ લાઈન, મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી, શામળાજી આશ્રમ ચાર રસ્તા પોલીસ ચોકી, ભિલોડા ફાયરિંગ બેટ અને આંબલીયારા પોલીસ સ્ટેશનનું લોકર્પણ ગૃહમંત્રી કરશે

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને તેમજ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદોમાં પણ વધારો થતા વર્ષોથી ટીંટોઈ આઉટ પોસ્ટમાંથી પોલીસ સ્ટેશન બનાવવાની માંગ પ્રબળ બનતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતની ગૃહ વિભાગમાં વારંવાર રજુઆતના પગલે આખરે ટીંટોઈ પોલીસ સ્ટેશનની મંજૂરી મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આગામી 19 એપ્રિલથી લોકાર્પણની તૈયારીઓ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા તાલુકામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગામ છે તેમજ તેની આજુબાજુ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારો આવેલા હોવાથી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલ ટીંટોઈ આઉટ પોસ્ટને અપગ્રેડ કરી ટીંટોઈ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એક પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર,પાંચ આસિસ્ટન સબ ઇન્સ્પેકટર અને અન્ય પોલીસકર્મી સહીત 71 પોલીસકર્મીઓનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં 66 ગ્રામ્ય વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!