32.7 C
Gujarat
Tuesday, August 4, 2026
Home HeadLines IAS બની ઠગે 1.22 કરોડની રાજકોટના બંધુ સાથે ઠગાઈ કરી : ક્રાઈમ...

IAS બની ઠગે 1.22 કરોડની રાજકોટના બંધુ સાથે ઠગાઈ કરી : ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસિયાની ટીમે દબોચ્યો,9 દિવસના રિમાન્ડ મંજુર

0
207

ACP ભરત બસિયાએ કહ્યું વડોદરાના ઠગ હિતેષ ઠાકોરે બીજા કોની સાથે ઠગાઈ કરી તે અંગે તપાસ કરવામાં આવશે

પીએમઓમાં ફરજ બજાવતો હોવાનું જણાવી નકલી અધિકારી બની ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી લેનાર કિરણ પટેલ હાલ જેલમાં છે ત્યારે વધુ એક નકલી આઈ.એ.એસ. અધિકારીનો પર્દાફાશ થયો છે. જેમાં વડોદરા માંજલપુરની શાંતિકુંજ સોસાયટીમાં રહેતા હિતેષ પ્રવિણચંદ્ર ઠાકરે સેન્ટ્રલ આઈ.બી.માં વેસ્ટર્ન રિજિયનમાં ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની અને પોતે આઈ.એ.એસ.હોવાનું જણાવી રાજકોટના અલ્પેશભાઈ બાવનજીભાઈ નારીયા પટેલ અને તેમના ભાઈને સસ્તામાં જમીન આપવાનું કહીં 1.22 કરોડથી વધુની રકમ પડાવી લેતા ભારે ચકચાર મચી હતી આખરે વેપારીએ રાજકોટ ડી.સી.બી.માં નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે નકલી આઈએસ ગઠિયાને દબોચી લીધો હતો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયા અને તેમની ટીમે રાજકોટના વેપારી બંધુ સાથે નકલી આઈએએસ ઠગને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો રાજકોટના સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર રહેતા અને શાપર-વેરાવળમાં સુપર ફાસ્ટ વાયર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના ભાગીદાર અલ્પેશભાઈ નારીયાને પોતે આઈએએસ અધિકારી છે અને હાલ આઈબીમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે તેવી ઓળખ આપી રૃા. ૧.૨૨ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી હિતેષ પ્રવિણચંદ્ર ઠાકર (રહે. મકાન નં. ૭૯, શાંતિકુંજ સોસાયટી, તુલસીધામ સર્કલ, માંજલપુર, વડોદરા)ની વિધિવત ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી ૯ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ એસીપી ભરત બાસિયાના જણાવ્યા અનુસાર, હિતેષ ઠાકરે અન્ય કોની-કોની સાથે છેતરપિંડી કરી છે તે અંગે તપાસ હાથધરી છે ઠગ એમએસી સુધી અભ્યાસ કર્યો હોવાની સાથે ખાનગી શાળામાં શીક્ષક તરીકે ફરજ બજાવી હતી નોકરી છોડી ટયુશન ક્લાસીસ શરૂ કર્યા હતા તે પછી છેતરપિંડીના રવાડે ચડયો હતો. તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. છેતરપિંડીની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યાની શક્યતા છે. જેના આધારે આવતીકાલે તેના બેંક એકાઉન્ટની ક્રાઇમ બ્રાન્ચ ડિટેઇલ મેળવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!