33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: બાયડના કોજણકંપાના ખેડૂતે આમળા ની ખેતીમાં કાઠુ કાઢ્યા બાદ હવે રેડ...

અરવલ્લી: બાયડના કોજણકંપાના ખેડૂતે આમળા ની ખેતીમાં કાઠુ કાઢ્યા બાદ હવે રેડ ડાયમંડની કરી પ્રાકૃતિક ખેતી

0
113

ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.
અરવલ્લીના ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરીને કૃષિ ક્ષેત્રે મેળવી રહ્યા છે નામના
સારા ભાવના જામફળના છોડ લગભગ એક વર્ષમાં તૈયાર થઈ જાય છે, પહેલા વર્ષમાં એક છોડથી 20 કિલો સુધી જામફળનું ઉત્પાદન થાય છે : બળવંતભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામે ખેડૂત બળવંત પટેલે ઇન્ટરકોર્પમાં પ્રાકૃતિક ખેતી આધારિત રેડ ડાયમંડ જામફળના 650 છોડમાં છોડદીઠ 20 કિલો જામફળનું ઉત્પાદન કરી રહ્યા છે. છોડ વાવ્યા ના બીજા વર્ષથી છ થી આઠ લાખ રૂપિયાની આવક મેળવે છે. બળવંતભાઈ પટેલ જણાવ્યું છે કે આવી રીતે પ્રાકૃતિક ખેતી થકી આપણે કુદરતને અને ધરતીને નુકસાન નથી પહોંચાડતા. પાક પણ સારી રીતે થાય છે અને તેમાં આવક પણ બમણી મળે છે. અરવલ્લી જિલ્લા સાથે રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે અને આવનારા સમયમાં વધે એના માટે તમામ કોશિશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હું પણ દરેક ખેડૂતોભાઈને જણાવું છું, પ્રાકૃતિક ખેતી થકી કુદરતને મદદરૂપ થવું જોઈએ.

ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.જમીનની ફળદ્રુપતા વધારવા અને માનવજાતને ઝેરી તત્વોથી બચાવવા માટે ગાય આધારિત કુદરતી ખેતી એ સૌથી અસરકારક ઉપાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!