42 C
Ahmedabad
Sunday, May 19, 2024

EXCLUSIVE : ફટાકડાના ગોડાઉનમાં ફટાકડાના ટેસ્ટીંગ દરમિયાન વિસ્ફોટ થયો…!! ગોડાઉનમાં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું કે શુ..!!


મહેશ્વરી ક્રેકર્સમાં કડિયાકામ કરતા પ્રત્યદર્શી રાજસ્થાની શ્રમીકે કહ્યું ગોડાઉનમાં ફટાકડા ટેસ્ટિંગ દરમિયાન વિસ્ફોટ થતા 4 જીવતા ભૂંજાયા
ફટાકડા સંગ્રહના ગોડાઉનમાં તંત્રની આંખોમાં ધૂળ નાખી ફટાકડાનું ગેરકાયદેસર મેન્યુફેકરીંગ થતું હોવાની ચર્ચા,
ફટાકડાનું ટેસ્ટિંગ માલિક જ કરતો હતો કે અન્ય કોઈ…!!
પરપ્રાંતીય મૃતક કમનસીબ 4 યુવકોના મોતથી વતનમાં આક્રંદ, અન્ય શ્રમિકોમાં ભયનો માહોલ

મોડાસા-હિંમતનગર રોડ પર આવેલા લાલપુર કંપા નજીક મહેશ્વરી ક્રેકર્સ નામના ફટાકડાના ગોડાઉનમાં ગુરુવારે બપોરના સુમારે જબરજસ્ત વિસ્ફોટ થતાની સાથે ભીષણ આગ ફાટી નીકળતા ગોડાઉનમાં કામ કરતા ચાર શ્રમિકો જીવતા ભુંજાઈ ગયા હતા ભયાવહ સતત થતા વિસ્ફોટ અને ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર ખડેપગે ઉભું રહ્યું છે ફટાકડાના ગોડાઉનમાં આગ વેલ્ડિંગ કામ દરમિયાન તણખલાથી લાગી હોવાની ચર્ચા વચ્ચે ફટાકડાના ગોડાઉનમાં ફટાકડાના મેન્યુફેકરીંગનું ટેસ્ટિંગ ચાલતું હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી છે.

Advertisement

Advertisement

લાલપુર કંપા નજીક આવેલા મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ફટાકડા સંગ્રહની સાથે ગેરકાયદેસર ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ થતું હોવાનું કડિયા તરીકે કામકાજ કરતા શ્રમીકે જણાવતા ગોડાઉન માલિકો સામે અનેક સવાલ પેદા થયા છે રાજસ્થાની શ્રમિક સચિન નામના શ્રમીકે મીડિયા સામે જણાવ્યું હતું કે ગોડાઉનમાં ટેસ્ટિંગ થતું હતું અને ફટાકડા ફૂટવા લાગતા જોવા ગયો હતો ત્યારે એક વ્યક્તિએ ટેસ્ટિંગ થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું અને થોડી વાર પછી જોરદાર ધમાકો થતા મારા સાથી શ્રમિકોને ઉતારવાનું કહેતા વધુ એક ધમાકો થયા પછી સમગ્ર ગોડાઉનમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાવાનું બંધ થયા પછી ચારે શ્રમિક બચવા કૂદી પડ્યા કે પછી નીચે પડ્યા કે પછી નીચે ઉતર્યા એ કઈ ખબર ન હોવાનું રડમસ ચહેરે જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!