43 C
Ahmedabad
Sunday, May 19, 2024

Exclusive: મોડાસા ફટાકડા ગોડાઉન આગ : એક યુવકને સરકારી નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફેક્શન થઇ ગયા હતા પણ મોત મોડાસા ખેંચી લાવ્યું


અરવલ્લીમાં આગની ઘટનામાં મૃતક અજય કોટેડે પશુધન સહાયકમાં થઈ હતી પસંદગી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી ભાઈની મદદ માટે આવ્યો હતો

અરવલ્લી જિલ્લામાં ગુરૂવારના રોજ કરૂણ ઘટનામાં ચાર જિંદગી હોમાઈ ગઈ, જેમાં રાજસ્થાનના પરિવારનો ચિરાગ બુજાઈ જતાં પરિવાર પર આફત આવી પડી છે. મોડાસા તાલકાના લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ફટાકડા ગોડાઉનમાં 20 એપ્રિલ 2023 ના રોજ બપોરના અરસામાં આગ લાગવાની ઘટના ઘટી હતી, જેમાં અચાનક ભિષણ આગે ચાર લોકોને આગની ઝપેટમાં લેતા ચાર લોકોની જિંદગી આગમાં હોમાઈ ગઈ.

Advertisement

મોડાસા તાલુકાના લાલપુર કંપા ખાતે આવેલા મહેશ્વરી ફટાકડા ગોડાઉનમાં ભિષણ આગમાં ચાર લોકોના મોત નિપજ્યા

Advertisement
  1. લલીતભાઈ ગેબીલાલ નનામા, ઉં. 42, રહે, ગેજીડોડા (પાકરૂણ), તા. જોત્રી, જિ. ડુંગરપુર
  2. હરેશકુમાર બાબુભાઈ ગોદા, ઉં. – 21, રહે. કુવા (ગુંદલારા), તા. સીમલવાડા,  જિ. ડુંગરપુર
  3. અજયકુમાર ખેમરાજ કોટેડ, ઉં. 21, રહે. બસીયા, તા. સીમલવાડા, જિ. ડુંગરપુર
  4. રમણલાલ પૂંજાભાઈ ગોદા, ઉં 25, રહે કુવા (ગુંદલારા), તા. ચીખલી, જિ. ડુંગરપુર

મૃતકોમાં વ્યક્તિઓ નવયુવાનો છે અને તેઓએ સારો અભ્યાસ કર્યો છે, જેમાં અજયકુમાર ખેમરાજે રાજસ્થાન સરકારમાં પશુધન સહાયક પોસ્ટ માટે જયપુર ખાતે નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા, અને નોકરી ન આવે ત્યાં સુધી તેના ભાઈ સાથે નોકરી કરવા માટે મોડાસા આવ્યો હતો, પણ તેને ખ્યાલ નહોતો કે, કુદરતની પરિક્ષામાં તે કદાચ નાપાસ થશે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવક અજય કોટેડ ખૂબ જ મહેનતું હતો, માટે તેની પાસ સમય હોવાથી ભાઈની મદદ માટે ગુજરાત આવ્યો હતો, જેથી પરિવારમાં મદદ કરી શકે.

Advertisement

તો રામલાલ પૂંજાભાઈ ગોદા પણ ગ્રેજ્યુએટ હતા અને કામકામજ અર્થે તેઓ મોડાસા આવ્યા હતા, તો હરિશભાઈ બાબુભાઈ ગોદાએ પણ સારો અભ્યાસ કરેલ છે. મૃતકોમાં લલિતભાઈ ગેબીલાલ નનામા ને બે પુત્રો જ્યારે 1 પુત્રી છે, જેમાં થી એક પરણિત છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!