27 C
Ahmedabad
Thursday, April 25, 2024

તંત્ર સફાળું જાગ્યું : મોડાસા ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગનો મામલો : જિલ્લા કલેકટર કયા આદેશ કર્યાં


સાબરકાંઠા જિલ્લાના 72 ફટાકડા પરવાનેદારોને ત્યાં ચકાસણી હાથ ધરાશે
અરવલ્લી જિલ્લામાં ફટાકટાના કારખાનામાં લાગેલી ભીષણ આગમાં 4 પરપ્રાંતીય યુવકો ભડથું થયાં હતાં
મોડાસા ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ લાગતા જાનહાનિ જેવા ગંભીર પરીણામ સામે આવ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના ફટાકડા પરવાનેદારેને સતર્કતા દાખવાવા કલેકટર નૈમેષ દવેની સૂચના
એક્સ્પ્લોઝિવ રૂલ્સ ૨૦૦૮ નો ભંગ થતો હોયતો તે અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

ગત રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ લાગતા જાનહાનિ જેવા ગંભીર પરીણામ સામે આવ્યા હતા જેને લઇ સાબરકાંઠા જિલ્લામાં આવી પરીસ્થિતિને ટાળવા સાબરકાંઠા જિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા ફટાકડા પરવાનેદારોને સતર્કતા દાખવાની કડક સૂચના આપી છે.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં ૭૨ જેટલા ફટાકડા પરવાનેદારો વેચાણ માટેનો પરવાનો ધરાવે છે. જયાં આગ કે અન્ય અકસ્માતના બનાવ સામે સાવચેતી રાખવા જિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા પ્રાંત અધિકારીઓ અને તાલુકાના મામલતદારોને ફટાકટાના વેચાણના સ્થળે ફાયર સેફ્ટી, કામ કરતા કામદારોની સલામતી અર્થે જરૂરી પ્રાથમિક સુવિધાઓ, પ્રથમ તબક્કાની આરોગ્ય સલામતી માટે શુ પગલા લેવામાં આવી રહ્યા છે તેમજ એક્સ્પ્લોઝિવ રૂલ્સ ૨૦૦૮નો ભંગ થતો હોયતો તે અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

Advertisement

ઉલ્લેખનીય છે કે, જયારે પણ પરવાના રીન્યૂ કરવા આવે છે ત્યારે તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવે છે. તેમ છંતા અરવલ્લી જિલ્લામાં ફટાકટાના કારખાનામાં લાગેલી ભીષણ આગ જેવી ગંભીર પરિસ્થિતિને ટાળવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!