35 C
Ahmedabad
Saturday, May 4, 2024

Goggle સર્ચ : મોડાસાના સિનિયર સીટીઝન ગ્રુપ સાથે અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર બુક કરવાના નામે 3.20 લાખનું સાયબર ફ્રોડ


મોડાસાના સિનિયર સીટીઝન ગ્રુપના 20 મેમ્બર્સ સાથે ગુગલ પર સર્ચ કરેલ હિમાલયન હેલી સર્વિસીસ પ્રા.લી.ના દિપક ગુપ્તા નામના સાયબર ગઠિયાએ હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાના નામે સાયબર છેતરપિંડી

સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં લોકો ગુગલ સર્ચ કરી અનેક સુવિધા પ્રાપ્ત કરી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક સમયથી ગુગલ પર સર્ચ કરી કસ્ટમર કેર નંબર કે પછી કોઈ સર્વિસીસ અથવા અન્ય કામકાજ અર્થે ગુગલ એંજીનમાં સર્ચ કરવા જતા સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે મોડાસા શહેરમાં સિનિયર સીટીઝનના સભ્યએ ગ્રુપ મેમ્બર માટે અમરનાથ યાત્રામાં બાલતાલથી અમરનાથ જવા માટે હેલિકોપ્ટર ટિકિટ ઓનલાઇન બુકીંગ કરાવવા જતા દિપક ગુપ્તા નામના સાયબર ઠગે ટિકિટ બુકના નામે ગુગલ પે અને ઓનલાઈન બેંકિંગ મારફતે 3.20 લાખથી વધુ રકમ ઉસેડી લઇ આબાદ ઓનલાઇન છેતરપિંડી કરતા ભારે ચકચાર મચી છે

Advertisement

મોડાસા શ્હેરમાં રહેતા નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્રકુમાર કોદરભાઈ પટેલ શહેરના સિનિયર સીટીઝન ગ્રુપ સાથે સંકળાયેલ છે સિનિયર સીટીઝન ગ્રુપના 20 મેમ્બર્સને અમરનાથ યાત્રા પર જવાનું હોવાથી પૈસાની લેવડ-દેવડની જવાબાદારી તેમના શીરે હતી અમરનાથ યાત્રામાં બાલતાલથી અમરનાથ જવા માટે હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવવાની હોવાથી ઓનલાઇન સર્ચ કરતા હિમાલયન હેલી સર્વિસીસ પ્રા.લી.ના દિપક ગુપ્તા નો સંપર્ક થતા સાયબર ગઠિયાએ ટિકિટ બુક કરાવવાના નામે વિશ્વાસ કેળવી મહેન્દ્ર કુમાર પટેલને ગૂગલ પેના નંબરો પર અને જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે રૂ.320800/- ટ્રાન્સફર કરાવી લીધા પછી ટિકિટ નહીં આપી મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી આબાદ છેતરપિંડી કરતા સિનિયર સીટીઝન ચોકી ઉઠ્યા હતા અને આ અંગે સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી.

Advertisement

મોડાસા ટાઉન પોલીસે મહેન્દ્રકુમાર કોદરભાઈ પટેલની ફરિયાદના આધારે હિમાલયન હેલી સર્વિસીસ પ્રા.લી.ના દીપક ગુપ્તા નામના અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!