28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરાના કોંગ્રેસી અગ્રણી કરોલીના મનહરસિંહ પરમારને SOGએ દબોચી લીધો,ઓઢવ પોલીસ...

અરવલ્લી : ધનસુરાના કોંગ્રેસી અગ્રણી કરોલીના મનહરસિંહ પરમારને SOGએ દબોચી લીધો,ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુન્હામાં

0
214

અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા મનહરસિંહ પરમારને બાયડ શહેરમાંથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ધનસુરાના કરોલી ગામનો મનહરસિંહ મોહનસિંહ પરમાર કોંગ્રેસનો અગ્રણી હોવાથી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે

અરવલ્લી એસઓજી પીએસઆઈ ચેતનસિંહ.એફ રાઠોડ અને તેમની ટીમે બાયડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ધનસુરા તાલુકાનો કરોલી ગામનો મનહરસિંહ મોહનસિંહ પરમાર નામનો શખ્સ સામે ત્રણ વર્ષ અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધાયેલ હોવાનો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો રહે છે અને હાલ બાયડ બજારમાં દાળબાટી નજીક ઉભો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે સ્થળ પર ત્રાટકી કોર્ડન કરી મનહરસિંહ પરમારને ઝડપી પાડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!