39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી: ભિલોડા જાયન્ટ્સ ગૃપ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો


ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન અને ભિલોડા ઓર્થોપેડિક હોસ્પિટલ,રિફાઈન એસ્થેટીકસ (સ્કીન,હેર,લેશર) અને ફિઝીયોથેરાપી સેન્ટર,નિષ્ણાંત ડોક્ટરોની સમગ્ર ટીમ ધ્વારા સંયુક્ત ઉપક્રમે મફત નિદાન કેમ્પ યોજાયો

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન,ભિલોડા શાખા અને ભિલોડા ઓર્થોપેડિક હોસ્પિટલના સેવાભાવી ડો.અભિષેક ગુર્જર (હાડકાંના રોગોના નિષ્ણાંત),ડો.ધારા ગુર્જર (કન્સલ્ટન્ટ કોસ્મેટોલોજીસ્ટ),ડો.સુનિલ બોદર (ફિજીયોથેરાપીસ્ટ),ડો.મનોજ પાંડોર (મેડિકલ ઓફિસર) ધ્વારા મફત નિદાન કેમ્પ યોજાયો હતો.એકસ-રે નો રાહત દરે લાભ આપ્યો હતો.જરૂરિયાતમંદ દર્દીઓએને નિ:શુલ્ક દવાઓનું વિતરણ કર્યું તે દરમિયાન આનંદની લાગણી પ્રસરી હતી.દુર-દુર થી આવેલા જરૂરિયાતવાળા દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Advertisement

Advertisement

જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી,ઉપ પ્રમુખ હર્ષદભાઈ સોની,મંત્રી જશુભાઈ પંડયા,કારોબારી સભ્ય કલ્પેશભાઈ ચૌહાણ,ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલ,મંત્રી મહિપતસિંહ રાઠોડ,ફાઉન્ડર મેમ્બર મુકેશભાઈ પંચાલ સહિત સામાજીક આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.હાડકાંમાં કેલ્શિયમની ઉણપ ચકાસણીના મફત નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!