34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં પોલિસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 24 પોલિસ કર્મચારીઓની જાહેર...

અરવલ્લી જિલ્લામાં પોલિસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 24 પોલિસ કર્મચારીઓની જાહેર હિતમાં બદલી

0

અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રમાં બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. પહેલા 152 પોલિસ કર્મચારીઓની બદલી થઈ  હતી તો હવે 24 પોલિસ કર્મચારીઓની બદલી થતાં ક્યાં ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે બદલીનો આદેશ કરતા તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવાનો હુકમ કર્યો છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે વધુ 24 પોલિસ કર્મચારીઓની બદલી કરી છે, જેમાં હેડ ક્વાર્ટર, રીડર શાખા, મોડાસા ગ્રામ્ય, પેરોલફર્લો, ઈસરી, શામળાજી, મોડાસા ગ્રામ્ય, મો઼ડાસા ટાઉન, મેઘરજ પોલિસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. 16 પોલિસ કર્મચારીઓને ભિલોડા પોલિસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે, તો અન્ય પોલિસ કર્મચારીઓને મોડાસા ગ્રામ્ય, આંબલિયારા, શામળાજી, સાઠંબા, માલપુર, શામળાજી સહિતના પોલિસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!