30 C
Ahmedabad
Saturday, May 4, 2024

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તડબૂચના ભાવો ગગડી જતા કિસાન સંઘની પોષણક્ષમ ભાવ માટે ઉગ્ર રજુઆત..


વિજયનગર તાલુકાના ધોળીવાવ,ખેડાસણ,આંત્રી,ગુલાબપૂરા સહિતના વિજયનગર તાલુકામાં વધતા જતા તડબૂચના વાવેતર બાદ આ વર્ષે ભાવો ગગડી જતા અને પાણીના મોલે તડબુચની લેવાલી આવતા હતાશ થયેલા ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘ,વિજયનગર દ્વારા પોષણક્ષમ ભાવ માટે સરકારમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

Advertisement

એટલું જ નહીં બલ્કે, હાલ બજાર ભાવ ઘટીને એક મણના રૂ.૮૦ થી ૯૦ થઈ જતા ખેડૂતો તડબૂચ ઢોરને ખવડાવી દેવા મજબુર બન્યા છે.ભ.કિ. સંઘ,વિજયનગર તાલુકા પ્રમુખ પટેલ જયંતીભાઈ મેઘજીભાઈએ સરકાર સમક્ષ કરેલી રજૂઆત મુજબ ચાલુ વર્ષે બટાકામાં ખેડૂતોને નુકસાની આવી છે,ત્યાર બાદ ખેડૂતો ને એવુ થયું કે તડબુચ વાવી ને ચાર પૈસા કમાઈશું ત્યારે તડબૂચ બહોળા પ્રમાણમાં વાવેતર કર્યું, ઘણા ઉત્સાહથી. આ ખેતી કરી પણ સતત વાદળછાયું વતાવરણ રહેતાં રોગનો ઉપદ્રવ આવી ગયો છે જેથી ખેડૂતોને દવાના ખર્ચા વધી ગયા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો જેને લઈને તડબૂચ પકવતા ખેડૂતોનેપોષણક્ષમ ભાવો માટે સરકારને અનુરોધ કર્યો છે. તડબુચનું જ્યારે ઉત્પાદન ઘટ્યું છે ત્યારે વેપારીઓની સાંઠગાંઠને કારણે ભાવ પણ બિલકુલ મળતા નથી.અત્યારે ૨૦ કિલોના ૮૦,૯૦,૧૦૦ રૂપિયા જેવો મામુલી ભાવે વ્યાપારી લઈ જાય છે તેમાં પણ સારો સારો માલ લઈ ને જતા રહ્યા અને ૫૦% માલ છોડી દીધો.. એ ઢોર ને ખવડાવું પડે એવી સ્થિતિ આવી છે

Advertisement

કિસાન સંઘના પ્રમુખે વધુમાં જણાવ્યું કે આ સંજોગોમાં સરકારે ભવિષ્યમાં આ માલ નો નિકાલ કેવી રીતે કરવો તેનું આયોજન મક્કમતાથી કરવા ઉગ્ર માંગ છેખેડૂત પકવી તો શકશે પણ માર્કેટ ની વ્યવસ્થામાં ઠેકાણું ન હોવાથી ખેડૂત બરબાદ થઈ રહ્યો છે અને ગામડાં છોડી રહ્યો છે એના માટે સરકાર ગંભીર વિચાર કરવો જોઈએ.તડબૂચ નું વાવેતર વિજયનગર તાલુકામાં ધોળીવાવ,ખેડાસણ,આંત્રી,ગુલાબપૂરા આ વિસ્તારમાં મોટા ભાગે ઘણુબધું વાવેતર થયેલું છે પણ ખેડૂતો ને ખર્ચ પણ નીકળે તેમ નથી. અને બરબાદ થઈ જવાના આરે ઉભા છે આજે તડબૂચ ખેતરોમાં પડી રહ્યા છે એ આજે ઢોર ખાવાના છે, જેથી કરી ઘણુબધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જેથી કરી ને પકવવાનું કામ ખેડૂતનું છે પણ માર્કેટ ની વ્યવસ્થા કેવી રીતે કરવી એ સરકાર ની જવાબદારી છે ખેડૂત પકવી આપે પણ માર્કેટ ની વ્યવસ્થા જો ન હોય અને વ્યાપારીઓ ની સાઠ ગાઢ કરી ખેડૂતો નું સોસણ કરે તો ભવિષ્ય એ ખેડૂત ખેતી છોડી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!