34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ શહીદ દિન : મોડાસાના ભામાશા હોલ ખાતે ABVP દ્વારા રક્તદાન કેમ્પ, 100...

શહીદ દિન : મોડાસાના ભામાશા હોલ ખાતે ABVP દ્વારા રક્તદાન કેમ્પ, 100 યુનિટ રક્ત એકત્રિત

0

અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના ભા.મા.શા. હોલ ખાતે રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, અને 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં 23 માર્ચના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અનુસંધાને મોડાસા ખાતે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો.

મોડાસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના અલગ-અલગ કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!