38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત IMPACT : મોડાસાના મહાલક્ષ્મી ટાઉલ હોલ નજીક વોટર ATM પરથી હોર્ડિંગ્સ તો...

IMPACT : મોડાસાના મહાલક્ષ્મી ટાઉલ હોલ નજીક વોટર ATM પરથી હોર્ડિંગ્સ તો હટ્યા, પણ પાણી ક્યારે આવશે ?

0
545

મોડાસા નગર પાલિકા દ્વારા પ્રજાની ચિંતા કરીને લાખો રૂપિયાના ખર્ચે મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે તેમજ માલપુર રોડ પર સાંઇ મંદિર નજીક વોટર એટીએમ મુકીને પ્રજાની શીતળ પાણી મળે તે માટે વોટર એટીએમ મુક્યા હતા, પણ કેટલાય સમયથી વોટર એટીએમ બિચારા ઢંકાઈ ગયા હતા, તેની આસપાસ એટલા બધા હોર્ડિંગ્સ લગાવી દેવાયા હતા કે, લોકો પાણી પીવા આવતા અને હોર્ડિંગ્સ જોઇને વિલા મોં એ પાછા ચાલ્યા જતાં, જેને મેરા ગુજરાતે લોકોની વાચા પાલિકા તંત્ર સુધી પહોંચાડી હતી, અને પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક વોટર એટીએમ ની ફરતે લગાવેલા હોર્ડિંગ્સ દૂર કરી દીધા, પણ હવે સવાલ એ થાય છે તે શિયાળા અને ચોમાસામાં પાણી તો ન મળ્યું પણ હવે ઉનાળામાં પણ પાણી નહીં મળે કે શું ?

વોટર એટીએમ બનાવવા પાછળ પ્રજાના લાખો રૂપિયા અને તે પણ ટેક્સના પૈસાથી આ વોટર એટીએમ તાડની તેમ મુકી દેવામાં આવ્યા હતા. જે-તે સમયે કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો, અને વોટર એટીએમને લઇને સવાલો ઉઠાવ્યા હતા. જો આવડ તે કોઇ આયોજન વિના આવા તાયફા કરવામાં આવે તો શું કામનું ? જો પણ આયોજન કરવામાં આવે તેનો વિચાર કરવો જોઇએ. લાખો રૂપિયાનો વેડફાટ કરીને પ્રજાના પૈસા વાપરવા કેટલા અંશે યોગ્ય છે તે પણ સવાલો ઉઠી રહ્યા છે. વોટર એટીએમ લગાવ્યું તે સારી બાબત હતી, પણ આટલા મોટા હોર્ડિગ્સ લાગ્યા ત્યાં સુધી પાલિકા તંત્ર શું કરતું હતું, પાલિકાના કર્મચારીઓ મહાલક્ષ્મી ટાઉન ખાતે જ હાજર હોય છે શું તેમને દેખાયું નહીં કે, કોઇ હોર્ડિંગ્સ લગાવી જાય છે ? ચાલો જે થયું તે સારા માટે થયું પણ હવે સવાલ એ છે કે, હોર્ડિંગ્સ હટાવી દીધા તો પણ વોટર હવે શોભાના ગાંઠિયા સમાન બનશે કે તેમાં પાણીનું ટીપું આવશે ? લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પણ હજુ લાખ લોકોએ તેનો લાભ લીધો હશે તે પણ સવાલ છે.

પાલિકા તંત્ર દ્વારા જે પણ આયોજન કરાય છે, તે સારા માટે કરાય છે, પણ તેની પાછળ વ્યવસ્થાપન અને આયોજન નક્કી કરવું જોઇએ, ગ્રાન્ટ આવીને વાપરી દીધી તે કેટલે અંશે યોગ્ય છે ? આવા સવાલો તો લોકો પૂછવાના કારણ કે, ટેક્સ શહેરીજનો ભરે છે. હવે લોકો વ્યંગ કરી રહ્યા છે કે, અમરા જીવતા’જી શીતળ પાણી ફરીથી મળશે કે નહીં ? શું પાલિકા બીજા વોટર એટીએમ લગાવવાના વિચારો કરે છે કે શું ?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!