33 C
Ahmedabad
Friday, May 3, 2024

અમદાવાદથી જુગારીઓ પ્રાંતિજના ઓરણ રમવા પહોંચ્યા : સાબરકાંઠા LCBએ ત્રાટકી 15 શકુનિઓને દબોચી 6.96 લાખનો મુદ્દામાલ ઝડપ્યો


ગુજરાતમાં વરલી-મટકા અને જુગાર અને દારૂના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઇ ગયા જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે ત્યારે અમદાવાદથી જુગારીઓ પ્રાંતિજના ઓરણ ગામે ખુરશીદ અહેમદ ઉર્ફે બાપુના અડ્ડા પર હારજીતની બાજી લગાવી જુગાર રમતા હતા ત્યારે સાબરકાંઠા એલસીબી પોલીસે ત્રાટકી જુગારીઓની બાજી હારમાં ફેરવી નાખી અમદાવાદના 12 જુગારીઓ સહીત 15 શકુનિઓને દબોચી લઇ 6.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર ત્રાટકી જુગારધામનો પર્દાફાશ કરતા પ્રાંતિજ પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા હતા

Advertisement

Advertisement

સાબરકાંઠા એસપી નીરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઇ ચંપાવત અને તેમની ટીમે જુગારની બદીને ડામવા પ્રાંતિજ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા ઓરણ ગામનો ખુરશીદ અહેમદ ઉર્ફે બાપુ નરૂલ્લા તીરમજી (સૈયદ) નામનો શખ્સ તેના ઘરે અને ફાર્મ હાઉસ પર રાત્રીના સમયે જુગારધામમાં બહાર થી ખેલીઓ બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ખુર્શીદ અહેમદ ઉર્ફે બાપુના ઘરે ત્રાટકતા જુગારીઓમાં દોડધામ મચી હતી એલસીબી પોલીસે રહેઠાણ સ્થળને કોર્ડન કરી હારજીતની બાજી લગાવેલ રૂ.8100/- નાળના રૂ.3300/- જુગારીઓની અંગજડતી લેતા મળેલ રૂ.1.33 લાખ મોબાઈલ -16 અને ત્રણ ઇનોવા અને અન્ય વાહન મળી કુલ રૂ.6.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 15 શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

વાંચો અમદાવાદ ૧૨ જુગારીઓ સહીત જુગારધામ ચલાવતા આરોપીઓના નામ

Advertisement
  1. વસીમહુસેન કાદરહુસેન સૈયદ (રહે,નાના પહાડીયા,ઓરણ-પ્રાંતિજ)
  2. સલીમખાન અબ્દુલખાન પઠાણ (રહે,મોટા પહાડીયા,ઓરણ-પ્રાંતિજ)
  3. ખુરશીદ અહેમદ ઉર્ફે બાપુ નરૂલ્લા તીરમજી (સૈયદ)
  4. ફઈમ જલાલુદ્દીન મીર ( જુહાપુરા -અમદાવાદ)
  5. મોહમ્મદ સાજીદ ગુલામજાફર શેખ (જમાલપુર રાયખડ)
  6. યાસીન મોહમ્મદ શેખ (જમાલપુર રાયખડ)
  7. ઈરફાન હકીમુદ્દીન સૈયદ (રાયખડ)
  8. સહેજાદ કુતુબ તીરમજી (જમાલપુર રાયખડ)
  9. મોઇન નિજામ સૈયદ (જુહાપુરા)
  10. મુર્તુજા ગુલામમોહમ્મદ શેખ (જમાલપુર)
  11. મહેન્દ્ર શેષમલજી પંચાલ (મેઘાણીનગર)
  12. મોં.યુનુસ મોં.યુસુફ શેખ (રાયખડ)
  13. રિયાજમીયા ફૈયાઝમીયા સૈયદ (રાયખડ)
  14. સઈદ અહેમદ ઇબ્રાહિમ પટેલ (મોમીનવાડ,ગાયકવાડ હવેલી)
  15. ગુલામ રસુલ અબ્દુલ કરીમ શેખ (દરિયાપુર)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!