33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પ્રકરણ : ઘટના ચાર દિવસ પછી પણ નજીકના...

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પ્રકરણ : ઘટના ચાર દિવસ પછી પણ નજીકના રહેણાંક વિસ્તારમાં ભય,ગમે ત્યારે ધડાકા થતા ઉંઘ હરામ

0
146

તુલસીવિલા રેસીડેન્સી સહીત આજુબાજુના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં થયેલ ભયાનક વિસ્ફોટ અને ભીષણ આગ હજુ પણ ભૂલી શક્યા નથી

ઘટનાના ચાર દિવસ પછી પણ ગોડાઉનમાં સતત નાના-મોટા વિસ્ફોટ થવાની સાથે આગના લબકારા જોવા મળી રહ્યા છે

મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ફટાકડાનું ટેસ્ટીંગ દરમિયાન એક બાદ એક ભયાનક વિસ્ફોટ થતા ગોડાઉનમાં સેન્ટીંગનું કામ કરી રહેલા 4 શ્રમિકો આગમાં ભડથું થઇ જતા ભારે ચકચાર મચી છે આ મામલે ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી બંધુ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવા સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયાવહ વિસ્ફોટ અને પછી ફાટી નીકળેલી આગ પર ફાયર બ્રિગેડ ટીમે 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે હજુપણ રાખ અને મલબા નીચે રહેલ દારૂખાનું હોવાથી સતત નાના -મોટા વિસ્ફોટ થવાની સાથે આગ લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનની નજીક આવેલ તુલસીવિલા રેસીડેન્સીમાં રહેતા લોકો હજુ પણ ગોડાઉનમાં થયેલ જબરજસ્ત વિસ્ફોટ અને ભીષણ આગના દ્રશ્યો માનસ સપાટ પરથી ભૂલી શક્યા નથી બીજીબાજુ હજુ પણ ગોડાઉનમાં રહેલ દારૂખાનું ગમે તે ઘડીએ ફૂટતું રહેતું હોવાથી નજીકમાં રહેતી મહિલાઓ અને બાળકો છેલ્લા ચાર દિવસથી ઉંઘી પણ શક્યા નથી સ્થાનિક યુવકના જણાવ્યા અનુસાર દર બે કલાકે વિસ્ફોટ થતા ઘર છોડીને ભાગવું પડી રહ્યું છે ધંધા રોજગાર પર નીકળ્યા પછી પણ વિસ્ફોટ નો ભય રહેતા મહિલાઓ અને બાળકો ઘરે રહેવા પુરુષોને અનુરોધ કરી રહી છે તંત્ર ઝડપથી ગોડાઉનમાં સાફ સફાઈ કરી બચી ગયેલા બારુદનો નિકાલ કરે તેવી માંગ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!