34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના યુવકે મિત્રતામાં આપેલ 5.40 લાખ રૂપિયા સામે આપેલ ચેક...

અરવલ્લી : મોડાસાના યુવકે મિત્રતામાં આપેલ 5.40 લાખ રૂપિયા સામે આપેલ ચેક રિટર્ન કેસમાં યુવકને એક વર્ષની સાદી કેદ

0

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ઉછીના પૈસા લઇ પરત ન આપવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા શહેરના યુવકે તેના સાયરાના મિત્રને મિત્રતામાં હાથ ઉછીના આપેલ 5.40 લાખ રૂપિયા સામે યુવકે ત્રણ મહિનામાં રૂપિયા પરત કરવાનું જણાવી ચેક આપ્યો હતો યુવકે આપેલ ચેક બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થતા મોડાસા કોર્ટમાં ચેક પરતનો કેસ કરતા આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સાયરના શખ્સને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકાર્યો છે.અને એક મહિનામાં રકમ પરત કરવાનો હુકમ કરી રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો

મોડાસા શહેરની લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા હેમંત જ્યંતિલાલ પ્રજાપતિ નામના યુવકે તેના મિત્ર તપન પરેશ ચૌધરી (રહે,સાયરા) ને 9 મહિના અગાઉ મિત્રતામાં 5.40 લાખ હાથ ઉછીના આપ્યા હતા જેની સામે તપન ચૌધરીએ સાબરકાંઠા બેંકનો ચેક આપી ત્રણ મહિનામાં પૈસા પરત આપવાની હૈયાધારણા આપી હતી ત્રણ મહિના પછી પૈસા પરત ન આપતા હેમંત પ્રજાપતિએ પૈસાની વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન આપતા હેમંત પ્રજાપતિએ બેન્કમાં ચેક જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફરતા વકીલ મારફત નોટિસ મોકલાવી મોડાસા કોર્ટમાં ચેક પરતનો કેસ કર્યો હતો. જે અંગે કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી અને આરોપી પક્ષના વકીલની રજુઆત સાંભળ્યા પછી કોર્ટે તપન પરેશ ચૌધરી (રહે, સાયરા,મોડાસા-અરવલ્લી)ને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકાર્યો છે.અને એક મહિનામાં રકમ પરત કરવાનો હુકમ કરી રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!