42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : જીમ ટ્રેનરે યુવતીને પ્રેમમાં ફસાવી, યુવતી સાથે અંગત પળોના ફોટો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર વાયરલ કરતા ફરિયાદ


કર્ણાટકની અને હાલ મોડાસા શહેરના કોચિંગ ક્લાસમાં ટયુટર તરીકે ફરજ બજાવતી યુવતીને કર્ણાટક ભદ્રાવતીના જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી હતી ટ્રેનર પરણીત હોવા છતાં યુવતી સાથે લિવઇન રિલેશનશિપમાં રહેતો હતો

Advertisement

કર્ણાટકની યુવતી માનસિક વિકૃત જીમ ટ્રેનરનો પીછો છોડાવવા મોડાસા જોબ પસંદ કરી તો ઇન્સ્ટા અને વોટ્સઅપ પર ફોટો વાયરલ કર્યા

Advertisement

કર્ણાટકના ભદ્રાવતીની અને હાલ મોડાસા શહેરની ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં ટયુટર તરીકે જોબ કરતી યુવતીને કોરોના કાળ દરમિયાન ભદ્રાવતીમાં જીમ જોઈન કરતા પરણિત જીમ ટ્રેનરે યુવતી સાથે સબંધ કેળવી પ્રેમજાળમાં ફસાવતા પ્રેમમાં પાગલ બનેલી યુવતી ટ્રેનર સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતી હતી જો કે યુવતીને જીમ ટ્રેનર પરણિત હોવાની સાથે બે બાળકનો પિતા હોવાની જાણ થતા અને ટ્રેનરની પત્નીએ યુવતીને પતિએ બે ત્રણ અન્ય યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી જિંદગી બરબાદ કરી દીધી હોવાનું જણાવતા યુવતીના પગતળે થી જમીન ખસી ગઈ હતી અને યુવતીએ માનસિક વિકૃત જીમ ટ્રેનરનો પીછો છોડાવવા કર્ણાટક છોડી મોડાસા જોબ કરતા સનકી જીમ ટ્રેનરે યુવતીને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર અંગત પળોના ફોટો વાયરલ કરતા અને ઇન્સ્ટિટ્યૂટના વોટ્સઅપ નંબર મોકલતા ઇન્સ્ટિટ્યુટના માલિકોએ યુવતીને હિંમત આપતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

કર્ણાટકની યુવતી માનસિક વિકૃત જીમ ટ્રેનર સુજીથકુમાર કૃષ્ણકુમાર બ્રાહ્મણના પ્રેમજાળમાં ફસાયા પછી હકીકતનો અહેસાસ થતા યુવતીએ જીમ ટ્રેનરના ત્રાસથી મુક્તિ મેળવવા દેશ છોડવાનું નક્કી કરી લીધું હતું જો કે વિઝા ન મળતા ઓનલાઈન માધ્યમથી મોડાસા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોબ જોઈન કરી હોસ્ટેલમાં રહેતી હતી સનકી યુવકે યુવતીનો પીછો ન છોડતા યુવતી સાથેના અંગતપળોના ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવાની સાથે ઇન્સ્ટિટ્યૂટના વોટ્સઅપ નંબર પર મોકલી આપ્યા હતા અને યુવતિને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી અન્ય મિત્રો મારફતે કોલ પર હેરાન કરતો હોવાથી યુવતી માનસિક વિકૃત જીમ ટ્રેનરથી તોબા પોકારી ઉઠી હતી ઇન્સ્ટિટ્યૂટના સંચાલક બે મહિલાઓએ યુવતીને હિંમત આપતા યુવતી યુવક સામે ફરિયાદ કરવા તૈયાર થઇ હતી

Advertisement

કર્ણાટકની યુવતીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુજીથ કૃષ્ણકુમાર બ્રાહ્મણ રહે. હુડકો કોલોની જિ.સીમોંગા ભદ્રાવતી કર્ણાટક વિરુદ્ધ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડ મેન્ટ એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!