36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : બાયડ, ધનસુરા અને મેઘરજ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 230 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ સાથે જરૂરી સૂચન આપ્યા


બાયડમાં કલેકટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં, ધનસુરામાં જીલ્લા વિકાસ અધિકારી અને મેઘરજમાં જીલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ

Advertisement

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ આજથી ૨૦ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમને કારણે ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે.

Advertisement

સ્વાગત સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે બાયડ, ધનસુરા, મેઘરજ તાલુકાઓનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં કલેક્ટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં બાયડ,જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહની અધ્યક્ષતામાં ધનસુરા,અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની અધ્યક્ષતામાં મેઘરજ ખાતે યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં બાયડ, ધનસુરા અને મેઘરજ તાલુકામાં કુલ 230 જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલની સાથે જરૂરી સૂચનો અપાયા,જેમાં,ખેતરમાં દબાણનો પ્રશ્ન,જમીન માપણીની કાર્યવાહી કરવા સૂચન કર્યું,ખેતરમાં રસ્તો નથી.ક્ષેત્રફળ બાબતે જેમાં 20 દિવસમાં જમીન માપણી કરીને નિકાલ કરવામાં આવશે,ગોચરમાં દબાણ નો પ્રશ્ન ગોચરમાં દબાણ હોય તો તરત તપાસ કરીને કામગીરી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી,તળાવ ભરવા બાબત,ડામર રોડ આજુબાજુ સફાઈ બાબતે સૂચના આપવામાં આવી તળાવ ઊંડું કરવા અને પાણી ભરવા,પાણીની ટાંકી બનાવવા,દાખલાઓ અંગેની રજુયાત,આવકના દાખલા અંગે રજુયાત,નવી પાઇપલાઇન ન કરવા બાબતે,ગટરલાઇન,વિધવા સહાય,નળ કનેકશન,શરત ભંગ,બિનખેતીની જમીનનો મુદ્દો,રેશન કાર્ડ,રસ્તા રીપેર,રોડ બનાવવા બાબત,પીવાના પાણીનો પ્રશ્ન જમીન મુદ્દે પ્રશ્ન,અધૂરા કામ પુરા કરવા સૂચનો કરવામાં આવ્યા.

Advertisement

અરવલ્લી જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા પીવાના પાણીની સમસ્યા મુદ્દે ગંભીરતાથી સુચનો આપવામાં આવ્યા,અને પીવાના પાણીની સમસ્યા હોય તો તાકીદે નિરાકરણ લાવવા જણાવ્યું,જિલ્લા કલેક્ટર અને સંબધિત વિભાગના અધિકારીઓના નેજા હેઠળ તાલુકાના જુદા જુદા ગામના નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ નિરાકરણ કરવામાં આવ્યું અને જેતે વિભાગને તાકીદે અધૂરી કામગીરી પૂર્ણ કરીને પ્રજાના અન્ય પ્રશ્નો હલ કરવા સૂચના આપવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!